રાજકોટ
News of Wednesday, 30th September 2020

ગુજરાતના વકીલોને માંદગી સહાય પેટે પાંચલાખ રપ હજાર ચુકવવા બાર કાઉન્સીલનો નિર્ણય

રાજકોટ તા. ૩૦ : ધારાશાસ્ત્રીઓને માંદગીસહાય પેટે રૂપિયા પાંચ લાખ પચ્ચીસ હજાર ચુકવવાનો નિર્ણય બારકાઉન્સીલે કર્યોછે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા સને ૧૯૯ર થી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ મારફતે મૃત્યુસહાય તેમજ માંદગી સહાય સમિતી દ્વારા જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને આંશિક માંદગી સહાય બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવે છે. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માંદગીસહાય સમીતીના ચેરમેન દિલીપ કે.પટેલ, સભ્ય કરણસિંહ બી.વાઘેલા અને દિપેન કે. દવેની આજરોજ મીટીંગ મળેલ. જેમાં બાર કાઉન્સ્ીલ ઓફ ઇન્ડિયાની માંદગી સહાય સમીતીમાં સમગ્ર ગુજરાતના તાલુકા અને જીલ્લા અદાલતોમાંથી આવેલ કોરોના માંદગી સહિતની માંદગી સહાયની અરજીઓ હાથ પર લેવામાં આવેલ અને જેમાં, રપ જેટલા ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે કુલ્લ રૂપિયા પાંચ લાખ પચ્ચીસ હજાર ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ તેમજ ૬ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની વધારાની સહાય આપતી કમીટીમાં પણ ધારાશાસ્ત્રીઓને વધુ માંદગી સહાય મળી રહે તે માટે ભલામણ કરવામાં આવેલ હતી.બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા મૃત્યુસહાયનું ફંડ અને માંદગીસહાયનું ફંડની ખાસ અલગ જોગવાઇ કરવામાં આવેલ છે જેમાં મૃત્યુ સહાયના ફંડમાં વેલ્ફેર ફંડ, મેમ્બરશીપ ફી, રીન્યુઅલ ફી તેમજ વેલ્ફેર ફંડની ટીકીટ દ્વારા ભંડોળ એકઠું કરવામાં આવે છે જયારે માંદગીસહાય રૂલ-૪૦ હેઠળની ફી માત્ર એકવાર લેવામાં આવે છે અને જેમાં જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને વ્યવસાય દરમિયાન મહત્તમ ત્રણ વાર માંદગીસહાય આપવામાં આવે છે.અત્રે ઉલ્લ્ેખનીય છે કે વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી ભરનાર ધારાશાસ્ત્રીઓને જ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાસહાયનો લાભ મેળવવા હક્કદાર બને છે. તેમજ ગુજરાતના ધારાશાસ્ત્રીઓને વધુમાં રૂ.૮૦,૦૦૦/- સુધીની માંદગી સહાય આપવામાં આવે છે.

(2:46 pm IST)