રાજકોટ
News of Wednesday, 30th September 2020

સિવિલ કોવિડમાં રોજેરોજ દર્દીઓને પિરષાય છે સાત્વિક ભોજન

સવારે નાસ્તો, જ્યુશઃ બપોરે અને સાંજે ભોજન તથા ચા-પાણીની વિશેષ સુવિધા

કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર અર્થે રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર કોવીડ હોસ્પિટલ ખાતે અદ્યતન સુવિધાથી સજજ ૨૦૦ બેડ પૈકી ૧૭૦ બેડ ઓકિસજન પોઇન્ટ સુવિધા સાથે ઉપલબ્ધ હોવાનું ડો. નિકુંજ મારુ જણાવે છે.

ડો. નિકુંજ મારૂ જણાવે છે કે,ઙ્ગજે દર્દીઓને શ્વાચ્છોશ્વાસની સમસ્યા હોય,ઙ્ગઓકિસજનનું પ્રમાણ શરીરમાં ઓછું હોય તેવા દર્દીઓને ક્રિટીકલ કેરમાં રાખવાના હોય છે. જયાં તેમને જરૂરિયાત મુજબ ઓકિસજન,ઙ્ગબાયપેપ અને જરૂર પડે તો વેન્ટિલેટર પર રાખવામાં આવે છે.ઙ્ગઙ્ગકેન્સર કોવીડ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ સમી તમામ આધુનિક સુવિધા અહિંયા ઉપલબ્ધ છે. ૧૭૦ જેટલા બેડ ઓકિસજનની સુવિધાથી સજ્જ છે. ૪૩૦૦ લીટરની ક્ષમતા ધરાવતી ઓકિસજનની ૪ લીકવીડ ટેન્કઙ્ગ તેમજ ૪૪ જમ્બો ઓકિસજન બોટલની અલાયદી વ્યવસ્થા અહીંયા રાખવામાં આવેલી હોવાનું હોસ્પિટલ ખાતે ઓકિસજન પ્લાન્ટ ઓપરેટર મકવાણા વિજયભાઈ જણાવે છે.

(1:25 pm IST)