મવડીની સાગર રેસીડેન્સીનો સગીર પાર્થ ભુત ચાર દિવસથી ગાયબ
તસ્વીરમાં દેખાતો સગીર કોઇને જોવા મળે તો તાલુકા પોલીસને જાણ કરો
રાજકોટ તા.૩૦: મવડી બાયપાસ પર આવેલ સાગર રેસીડેન્સીમાં રહેતો ૧૭ વર્ષનો પટેલ સગીર પોતાના ઘરેથી નિકળ્યાબાદ પરત ન આવતા તાલુકા પોલીસે તેની શોધખોળ આદરી છે.
મળતી વિગત મુજબ મવડી બાયપાસ પાસે સાગર રેસીડેન્સીમાં રહેતો અને એલન સ્કુલમાં ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો પાર્થ વિમલભાઇ ભૂત (ઉ.વ.૧૭) ગત તા.૨૬ના રોજ પોતાના ઘરે હતો. ત્યારે તેના પિતાએ કામ બાબતે ઠપકો આપતા તે ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયો હતો. બાદ તે પરત ન આવતા તેના પિતા સહિતના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પિતાએ તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પીએસઆઇ જી.એસ.ગઢવીએ તપાસ હાથ ધરી છે પાર્થ પાતળા ધાંધાનો તેણે કેસરી કલરનુ ટીશર્ટ અને બ્લ્યુ કલરનુ જીન્સ પહેરેલ છે. જો કોઇને આ સગીર જોવા મળે તો તાલુકા પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧-૨૫૬૩૩૪૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.