સરગમ ચિલ્ડ્રન કલબના બાળકોએ નવરાત્રિને કર્યુ વેલકમઃ ખેલૈયા ઉપર ઈનામોનો વરસાદ
રાજકોટઃ સરગમ ચિલ્ડ્રન કલબના સભ્યો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વેલકમ નવરાત્રી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અવનવા વસ્ત્રો પહેરીને આવેલા બાળ ખેલૈયાઓએ ગીત-સંગીતના તાલે ગરબા લીધા હતા.
આ બાળ રમતોત્સવ નિહાળવા માટે પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સિંહ ઠાકુર, મોદી સ્કૂલના રશ્મિભાઈ મોદી, આર કે યુનિવર્સિટીના ખોડીદાસભાઈ પટેલ, હરેન્દ્રસિંહ ડોડીયા,અસ્મિતા બેન દેસાઈ, માયાબેન પટેલ ભાવનાબેન માવાણી અને ચંદાબેન ડેલાવાળાના હસ્તે વિજેતા બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. કલબના ૧ હજારથી વધુ ખેલૈયાઓ ગરબા રમ્યા હતા અને વિજેતા ૧૦૦ જેટલા ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા.
રાજુ ત્રિવેદી પ્રસ્તુત અને મનોજ રાચ્છ આયોજિત મ્યુઝિકલ મેલોઝના સભ્યો ઉપરાંત નિલેશ પંડયા, હેમંત પંડયા ,સોનલ ગઢવી અને રશ્મિ માણેક જેવા સિંગરોએ જમાવટ કરી હતી.
આ રાસોત્સવમાં છાયાબેન દવે, ભાવનાબેન ધનેશા, દિવ્યા બેન ભટ્ટ અને મીનાબેન ઠાકરે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ જયસુખભાઇ ડાભી, દીપક શાહ, ભરતભાઈ સોલંકી અને રાજેન્દ્ર શેઠ ઉપરાંત અલકાબેન કામદાર, નીલુબેન મહેતા ,જયશ્રીબેન રાવલ, ગીતાબેન હીરાણી, જસુમતીબેન વસાણી ,ચેતનાબેન સવજાણી અને ભાવનાબેન મહેતા વગેરે જહેમત ઉઠાવી હતી.