રૈયામાં સળગતા સ્ટવમાં કેરોસીન પુરવા જતાં અફરોઝા બુખારી દાઝી
રાજકોટ તા. ૩૦: રૈયા ગામમાં સ્મશાનના ગેઇટ સામે આવેલા ખોડિયારનગરમાં રહેતી અફરોઝા હનીફભાઇ બુખારી (ઉ.૧૮) ઘરે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલચોકીના રાજુભાઇ ગીડાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
દાઝી જનાર અફરોઝા બે બહેન અને એક ભાઇમાં નાની છે. પિતા કલરકામ કરે છે. તેણી પાણી ગરમ કરતી હતી ત્યારે સળગતા સ્ટવમાં કેરોસીન પુરવા જતાં ભડકો થતાં લપેટમાં આવી ગયાનું પરિવારજનોએ પોલીસની પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું.
જંગલેશ્વરમાં સરફરાઝભાઇ બ્લીચીંગ પી ગયા
જંગલેશ્વર આરએમસી કવાર્ટર બી-૨માં રહેતાં સરફરાઝભાઇ ગફારભાઇ ચોૈહાણ (ઉ.૪૫) કપડા ધોવામાં વપરાતું બ્લીચીંગનું પાણી પી જતાં ઉલ્ટીઓ થવા માંડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.