રાજકોટ
News of Monday, 30th September 2019

'સૂરજ' સર રજા પર ગયા છે, 'વર્ષા' મેડમ એકસ્ટ્રા પીરીયડ લ્યે છે, 'કોર્ષ' પૂરો છતા સતત 'રીવીઝન' !

સતત વરસાદ ચાલુ રહેતા સોશ્યલ મીડિયા પર વરસતી રમુજ

રાજકોટ, તા. ૩૦ :. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાનો સમયગાળો પુરો થઈ ગયો છતા વરસાદ ચાલુ રહેતા ખેડૂતો અને નવરાત્રીના ખેલૈયાઓના જીવ અધ્ધર થઈ ગયા છે. એક સમયે વરસાદ વરસવાની પ્રાર્થના કરતા લોકો હવે વરસાદ બંધ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદના અતિરેકે સોશ્યલ મીડીયામાં રમુજ વરસાવી છે. લોકો પ્રચલિત વિવિધ વિધાનોને પ્રાસંગિક કટાક્ષમાં ઢાળીને મજા લઈ રહ્યા છે. ઉઘાડ થતો ન હોવાથી સુરજ સર રજા પર ગયાનો કટાક્ષ કર્યો છે અને કોર્ષ પુરો થઈ ગયા છતાં 'વર્ષા' મેડમ (વર્ષા ઋતુ) વધારાના પિરીયડ લઈ સતત રીવીઝન કરાવતા હોવાનું વોટસએપ મેસેજમાં જણાવાયુ છે. સોશ્યલ મીડીયાના મેસેજની કેટલીક ઝલકો અત્રે પ્રસ્તુત છે.

- સમય સમયની વાત છે, ધૂળના ઉડે એટલે પાણી છાંટતા હતા, હવે પાણી ના ઉડે એટલે ધૂળ છાંટવી પડે છે, (ગરબાના આયોજકો)

-  લગતા હૈ ઈન્દ્ર ભગવાનને જીઓ કા સીમ લે લીયા હૈ, રોજ ફોર-જી સ્પીડમેં વન જીબી બરસ રહે હૈ

- આ વર્ષે માં ના ગરબા સિવાઈ કોઈએ બીજા ગીતો ગાવા નહિ... વાદલડી વરસી રે... બાળકોએ ઈંગ્લીશમાં જ ગાવુ રેઈન રેઈન ગો અવે...

- જો રોજ કહેતે હૈ કી હમારી પહુંચ (વગ) ઉપર તક હૈ, ઉનસે નિવેદન હૈ કૃપયા બારીસ બંધ કરાયે...

- આ વખતની ઠંડી હોળીના ફેરા ફરીને ગઈ, આ વખતે ગરમી સાતમ-આઠમના મેળા કરીને ગઈ તો વરસાદનો શું વાંક ? એ પણ નવરાત્રી રમીને જ જાયને..!

- ગારો ખુંદવા ગઈ'તી મોરી સૈયર... ગારો ખુંદવા ગઈ'તી મોરી સૈયર...

- પાવલી લઈ હું તો પલળવા ગઈ'તી...

 

(11:54 am IST)