રાજકોટ
News of Monday, 30th August 2021

નાના મવા મોકાજી સર્કલ પાસે માંડવરાયજી પાનની બાજુના મકાનમાં ૧૧ શખ્સોને જુગાર રમતા રૂ.૨૩,૬૦૦ સાથે તાલુકા પોલીસે પકડ્યા: માસ્કનો અલગથી દંડ વસુલાયો

રાજકોટ: નાના મોવા ગામ મોકાજી સર્કલ પાસે, માંડવરાયજી પાનની બાજુના મકાનમાં માધા મેઘજીભાઇ સોલંકીના મકાનમાં માધાભાઇ પોતે બહારથી પુરૂષો બોલાવી તીનપતીનો  જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે તેવી ચોક્કસ હકીકત તાલુકા પોલીસના કોન્સ. મનિષભાઇ સોઢીયા, કોન્સ. ધર્મરાજસિંહ રાણા અને કોન્સ.હર્ષરાજસિંહ જાડેજાને મળતા દરોડો પાડી (૧) માધાભાઇ મેઘજીભાઇ સોલંકી ઉ. ૫૮ ધંધો મજુરી રહે. નાના મૌવા ગામ મોકાજી સર્કલ પાસે, માંડવરાયજી પાનની બાજુમાં રાજકો (તથા નં.(૨) નવીન ચંદુભાઇ વાડોદરા ઉવ.૪ર ધંધો નોકરી રહે. શ્યામ નગર શેરી નં.-૩, બીલેશ્ર્વર મંદિરની પાછળ, ગાંધીગ્રામ રાજકોટ તથા નં.(૩) જેન્તી જીણાભાઈ વાઘેલ ઉવ.૪૯ ધંધો નોકરી રહે. જાગનાથ પ્લોટ ૬૪ નો ખુણો જૈન દેરાસર પાસે ઠક્કર બાપા ચોક .(૪) સોમેશ ભગવાનભાઇ રાઠોડ ઉ. ૫૪ ધંધો નોકરી રહે. જે ભગવાન" પ્રાન પરસાણા નગર શેરી નં.-૧૩ સોહીય પુલ પાસે જામનગર રોડ (૫) કાન્તી ચમનભાઇ ઘાવરી ઉવ.૪૪ ધંધો નોકરી રહે. જાગનાથ પ્લોટ /૧૪નો ખુણો જૈન દેરાસર પાસે ઠક્કર બાપા ચોક ,(૬) અનીલ બાલાભાઇ વાઘેલાઉ. ૪૬ ધંધો નોકરી રહે. ઠક્કર બાપા હરીજન વાસ શેરી ન ૧. મોટા ખાટકીવાસ સામે, યાજ્ઞિક રોડ (૭) વિપુલ રામજીભાઇ ચૌહાણ ઉવ.૪૫ ધંધો નોકરી રહે. ઠક્કર બાપા હરીજ વાસ શેરી નં.-૮, મોટા ખાટકી વાસ સામે, યાજ્ઞિક રોડ, (૮) પ્રફુલ મીઠાભાઇ શીંગાળા ધંધો નોકરી રહે. ઠકકર બાપા હરીજન વાસ શેરી નં-૬, મોટા ખાટકી વાસ સામે, યાજ્ઞિક રોડ, (૯) કિશોર માવજીભાઇ પરમાર ઉવ.૪૮ નોકરી રહે. ઠક્કર બાપા હરીજન વાસ શેરી નં. ર, મોટા ખાટકી વાસ સામે, યાજ્ઞિક રોડ, (૧૦) સંજય શંકરભાઇ વાધેલા ઉ.૪૩ ધંધી નોકરી રહે. ઠક્કર બાપા હરીજન વાસ શેરી નં.૪ નો ખુણો મોટા ખાટકી વાસ સામે, યાજ્ઞિક રોડ તથા (૧૧) શરદ વજુભાઇ ઘાવરી  ઉવ.૫૩ ધંધો નોકરી રહે. ઠક્કર બાપા હરીજન વાસ મોટા ખાટકી વાસ સામે, જૈન દેશસર પાછળ ચાજ્ઞિક રોડને જુગાર રમતા પકડી લઈ રૂ.૨૩,૬૦૦ તથા ગંજીપાના કબ્જે લીધા છે.

શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાય પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહ જાડેજા (ઝોન-૨) તથા મદદનિશ પોલીસ કમિશ્નરશ્રી જે.એસ.ગેડમ દક્ષિણ વિભાગ તથા એ.સી.પી કાઇમ ડી.વી.બસીયા તથા પો.ઇન્સ.જે.વી ધોળા ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એન.ડી.ડામોર તથા એ.એસ.આઇ. આર.બી. જાડેજા તથા વિજયગીરી ગોસ્વામી તથા પો.હે.કો. મોહસીનખાન મલેક તથા પો.કો.અમીનભાઇ ભલુર તથા હરસુખભાઇ સબાડ તથા મનિષભાઇ સોઢીયા તથા ધર્મરાજસિંહ રાણા તથા હર્ષરાજસિંહ જાડેજાએ કરી હતી.

નોંધા-ઉપરોકત તમામ આરોપીઓ પાસેથી માસ્કનો પણ અલગથી દંડ વસુલ કરાયો છે.

 

(9:02 pm IST)