રાજકોટ
News of Thursday, 30th July 2020

શ્રાવણીયા જુગારધામ પર પોલીસના દરોડાઃ છ સ્થળે પતાટીંચતા ૪૦ શખ્સો પકડાયા

ક્રાઇમ બ્રાંચે સુર્યપાર્ક અને નવા થોરાળાના મકાનમાંથી ૧૦, બી ડીવીઝન પોલીસે મકાનમાંથી ૧૦, કુવાડવા પોલીસે ૪ની ધરપકડ કરી : ૧.૧૩ લાખની મતા કબ્જે

રાજકોટ,તા.૩૦: શહેરના અલગ-અલગ વિસ્તારમાં ચાલતા શ્રાવણીયા જુગારના અખાડા પર પોલીસે ધોંસ બોલાવી ચાર મકાન સહિત છ સ્થળે દરોડા પાડી પતાટીંચતા ૪૦ જુગારીઓને ઝડપી લીધા હતા.

ક્રાઇમ બ્રાંચના બે દરોડા

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અંહમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાએ દારૂ જુગારની બદીને નાબુદ કરવા માટે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદશર્ન હેઠળ પીએસઆઇ યુ.બી. જોગરાણા, એએસઆઇ બીપીનદાન ગઢવી, ચેતનભાઇ ચાવડા, હેડકોન્સ. સંતોષભાઇ મોરી, જયંતીભાઇ ગોહેલ, અંશુમાનભાઇ ગઢવી, અભીજીતસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહીલ, કરણભાઇ મારૂ, સંજયભાઇ ચાવડા, અશોકભાઇ ડાંગર અને તોરલબેન જોષી સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે એએસઆઇ સી.એમ.ચાવડા અને કરણભાઇ મારૂને મળેલી બાતમીના આધારે દૂધસાગર રોડ ભગવતી સોસાયટી શેરી નં.૫માં  રહેતા મંસુરખાન યુસુબખાન મહેરવાણી (ઉવ.૪૨)ના નવા થોરાળામાં આરાધના સોસાયટી શેરી નં.૨માં આવેલા બીજા મકાનમાં દરોડલ પાડી જુગાર રમતા મકાન માલીક મંસુરખાન મહેરવાણી તથા ગંજીવાડા શેરી નં. ૬૫ના સંજય સોમાભાઇ ચાવડા (ઉવ.૨૯), કુબલીયાપરા શેરી નં.૫ના સાગર વિરૂભાઇ સોલંકી (ઉવ.૨૦), વિજયનગર શેરી નં.૫ના વિજય અશોકભાઇ સોલંકી (ઉવ.૨૦), કુબલીયા પરા શેરી નં.૫ના સતિષ વિઠ્ઠલભાઇ સોલંકી (ઉવ.૨૬), ગંજીવાડાના કૈલાશબેન સુરેશભાઇ રોજાસરા (ઉવ.૩૨) અને નાડોદાનગર શેરી નં.૪ના રીનાબેન વિનોદભાઇ કડેવાર (ઉવ.૩૨)ને પકડી લઇ રૂ.૫૩,૦૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી સાતેય શખ્સો સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે બીજા દરોડામાં પીએસઆઇ એસ.વી.સાખરા, હેડકોન્સ ધિરેનભાઇ, મોહસીનખાન મલેક, મહેશભાઇ મંઢ, હીરેનભાઇ સોલંકી, દીપકભાઇ ડાંગર, યોગીરાજસિંહ જાડેજા, કીરીટસિંહ ઝાલા, તથા જયપાલસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યાર હેડકોન્સ. મોહસીનખાન, યોગીરાજસિંહ અને દીપકભાઇને મળેલી બાતમીના આધારે રેલનગર રેલવેના પાટા સામે સુર્યાપાર્ક બ્લોક નં.૩૫માં ભાડે રહેતા મહેન્દ્ર તોતલદાસ હરવાણી (ઉવ.૪૦) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મહેન્દ્ર હરવાણી તથા હંસરાજનગર શેરી નં.૩ના રવિ રૂપચંદભાઇ ભાટીયા (ઉવ.૪૦) અને રેફયુજી કોલોનીના કવાટર નં. બી ૧૮૬ના પ્રકાશ લક્ષ્મીચંદભાઇ નુરપાણી(ઉવ.૨૪)ને પકડી લઇ રૂ. ૨૮,૬૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

શ્રી હરી સોસાયટીના મકાનમાંથી ૧૦ ઝબ્બે

બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસ આઇએમ.એફ ડામોર તથા હેડ કોન્સ અજયભાઇ બસીયા, સલીમભાઇ માડમ, ,પરેશભાઇ સોઢીયા, સિરાજભાઇ માનીયા, જયદીપસિંહ બોરાણા, તથા હિતેશભાઇ કોઠીયાર સહિત પેટ્રોલીંયમાં હતા. ત્યારે બાતમીના આધારે શ્રી હરી સોસાયટી શેરી નં.૧માં રહેતા સુરેશ ધરમશીભાઇ ગોધાણી (ઉવ.૪૭)ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા સુરેશ ગોધાણી, તથા મીનાક્ષીબેન સુરેશભાઇ પટેલ, (ઉવ.૪૩), અકીલ મહેબુબભાઇ લોઢીયા (ઉવ.૨૮), રવિ ખીરાભાઇ લોરીયા (ઉવ.૨૫), રઘુ સવજીભાઇ ધોરીયા (ઉવ.૪૦), ગોરધનભાઇ મેઘજીભાઇ વાણોદરીયા (ઉવ.૪૯), કેતન ધીરૂભાઇ લઢીયા (ઉવ.૩૫), રમેશ છગનભાઇ ગંજીવાડીયા (ઉવ.૫૫) નંદાબેન સુધીરભાઇ વાવડી (ઉવ.૫૦), અને ગીતાબેન રમેશભાઇ રાજવાડીયા (ઉવ.૪૯)ેને પકડી લઇને રૂ.૧૦,૬૪૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

ગોકુલપરાના મકાનમાં નવ શખ્સો પકડાયા

થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એએલ બારસીયા, હેડ કોન્સ. બી.આર. સોલંકી જયદીપસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ચુડાસમા, કિરણભાઇ પરમાર, તથા કોન્સ ઉષાબેન પરમાર સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે પીએસઆઇ એ એલબારસીયા, જપદીપસિંહ જાડેજા અને કિરણભાઇને મળેલી બાતમીના આધારે નવા થોરાળા ગોકુલપરા શેરી નં.૬માં રહેતા સીતાબેન હરેશભાઇ સારેસા (ઉવ.૫૦) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા સીતાબેન તથા પડધરીના કૃણાલ રાજેન્દ્રભાઇ ફીચડીયા (ઉવ.૩૨)માધાપર ચોકડી પાસે અયોધ્યા સર્કલ પાસે વૃંદાવન એપાર્ટમેન્ટ ફલેટ નં.૨૦૨ના રાજેશ રમેશભાઇ ભટ્ટી (ઉવ.૪૦), નવયુગપરા શેરી નં.૩ના દિનેશ હમીરભાઇ સાગઠીયા (ઉવ.૩૦), માંડાડુંગર સુંદરમ પાર્ક શેરી નં.૨ કલ્પેશ જનકભાઇ કકકડ (ઉવ.૪૦), વૃંદાવન પાર્ક -૧ના ભાવેશ માણેકલાલ માંડલીયા (ઉવ.૩૦), માલવીયા નગર શેરી નં.૧ના જીજ્ઞેશ ઇન્દુભાઇ ગોસાઇ (ઉવ.૩૨), દુધસાગર રોડ નીશાંત કોમ્પ્લેક્ષ ફલેટ નં.૧૦૧ના મુનાફ મનસુરભાઇ હેમનાણી (ઉવ.૩૧) તથા ખોડીયાર પરા શેરી નં.૩ના અજીત અરવિંદભાઇ સોલંકી (ઉવ.૩૨)ને પકડી લઇ રૂ.૧૦,૫૬૦ની રોક સહિતની મતા કબ્જે કરી હતી.

પીપળીયા ગામમાંથી સાત પકડાયા

કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એસ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસ આઇ બીપી મેધલાતર તથા વિરદેવસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે પીપળીયા ગામ પંચાયતની ઓફીસ નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પીપળીયા ગામના રમેશ મનસુખભાઇ ઝંઝવાડીયા (ઉવ.૨૬), જયંતી જીવણભાઇ ઝંઝવાડીયા (ઉવ.૪૫), દુદા ગુણભાઇ ઝંઝવાડીયા (ઉવ.૨૫), અશકો જીવણભાઇ બાવરવા (ઉવ.૨૪), શૈલેષ જાદવભાઇ ઝંઝવાડીયા (ઉવ. ૩૪), અને ધર્મશ રણછોડભાઇ ચારોલા (ઉ.૩૦)ને પકડી લઇ રૂાફ ૧૨,૬૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી અને સાતેય શખ્સો વિરૂધ્ધ જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

ટાઉનશીપમાંથી ચાર સખ્સો પકડાયા

પ્રદ્યુમનનગર પોલીસ મથકના પીઆઇ એલએલ ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. વિજયરાજસિંહ જાડેજા તથા યુવરાજસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હોય ત્યારે બાતમીના આધારે સાધુવાસણવાણી કુંજ રોડ અરવિંદ ટાઉનશીપ વીંગ-એફ ત્રીજા માળે દરોડો પાડી લોબીમાં જુગારરમતા અમીત દલસુખભાઇ પરમાર (ઉવ.૩૬), સંજય મહેન્દ્રભાઇ પરમાર (ઉવ.૩૮), ફલેટ નં. ૩૦૬ના તબરેઝ મહંમદ રફીક કાદરી (ઉવ.૨૩) અને બેડીગામના પ્રકાશ ઉર્ફે મુન્નો જયંતીભાઇ અધારા (ઉવ.૪૧)ન પકડી લઇ રૂ. ૮૭૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:04 pm IST)