રાજકોટ
News of Thursday, 30th June 2022

ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સજા અને વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ૩૦: અત્રે શ્રી ડીલીગ બેનીફીશ્યલ ફાઇનાન્શીયલ સર્વિસ પ્રા. લી.ના અધિકૃત અધિકારી દ્વારા રાજેશ ડાયાભાઇ મુછડીયા, રહે. રાજકોટ, કે જે શ્રી ડીલીગ બેનીફીશ્યલ ફાઇનાન્શીયલ સર્વિસ પ્રા. લી.ના ગ્રાહક છે. આરોપીએ કંપની પાસેની પર્સનલ લોન મેળવેલ હતી. આરોપીએ કંપનીની લોનની લેણી નીકળતી રકમ પેટે આપેલ ચેક ''પેમેન્ટ સ્ટોપ્ડ બાય એટેચમેન્ટ કોર્ટ ઓર્ડર'' ના શેરા સાથે પરત ફરતાં કોર્ટમાં ફરીયાદ થતાં કોર્ટે છ માસની સજા અને વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

સદરહું કેસમાં આરોપી રાજેશ ડાયાભાઇ મુછડીયા સામે કરેલ ફરીયાદમાં ફરીયાદીનો પુરાવો લેવામાં આવેલ. આરોપી વિરૃધ્ધ વારંવાર વોરંટ કાઢેલ હોવા છતાં પણ આરોપીએ નામદાર કોર્ટમાં હાજર રહી પુરાવાનું ખંડન કરેલ નથી, અને ફરીયાદીને લેશ માત્ર રકમ પરત કરવાની કોઇ જ તકેદારી લીધેલ નથી. આથી રાજકોટના એડી. જયુડી. મેજીસ્ટ્રેટે ફરીયાદીના એડવોકેટ તમામ દલીલો, તથા કોર્ટમાં રજુ રાખેલ જજમેન્ટસ ધ્યાનમાં લઇ તા. ૪-૬-ર૦રર ના રોજ આખરી હુકમમાં ઠરાવેલ કે ફરીયાદીના એડવોકેટ દ્વારા રજુ રાખવામાં આવેલ તમામ પુરાવાઓ તથા વકિલ દ્વારા કરવામાં આવેલ તમામ દલિલો તથા રજૂઆતો ધ્યાને લેતા આરોપી રાજેશ ડાયાભાઇ મુછડીયાને, ક્રિમીનલ પ્રોસીજર કોડ કલમ-રપપ(ર) અન્વયે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગુના સબબ તકસીરવાન ઠરાવી છ માસની કેદની સજા કરવામાં આવે છે તથા આરોપી રાજેશ ડાયાભાઇ મુછડીયાનું ક્રિમીનલ પ્રોસીજર કોડ કલમ-૩પ૭(૩) અન્વયે ફરીયાદ વાળા ચેકની રકમ આરોપીએ ફરીયાદીને વળતર પેટે આરોપી મળી આવ્યા તારીખથી એક માસની અંદર ચુકવી આપવી. જો આરોપી વળતરની રકમ આરોપી મળી આવ્યા તારીખથી એક માસની અંદર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સજા કરવામાં આવશે તેવો હુકમ કરવામાં આવેલ છે.

ફરીયાદી શ્રી ડીલીગ બેનીફીશ્યલ ફાઇનાન્શીયલ સર્વિસ પ્રા. લી. વતી રાજકોટના એડવોકેટ શ્રી નલીનકુમાર કે. શુકલ, અભિષેક એન. શુકલ, જય એન. શુકલ, હેતલ એ. શુકલ, અનિલ ટી. ઉપાધ્યાય, મહેશ એમ. મેર, અજય આર. તોલાણી, જય ડી. બરદાણા, અજય કે. પરમાર, મયુર જે. વેકરીયા, ભુમી વી. રાજપુત અને શુકલ લિગલ સર્વિસીઝ એલ.એલ.પી. ની ટીમ રોકાયેલી હતી.

(4:10 pm IST)