રાજકોટ
News of Thursday, 30th June 2022

રાજકોટમાં ઇમીટેશન જવેલરી પાર્ક બનાવવા અંગે કલેકટર પાસે ર લાખ ૮૪ હજાર ચો.મી. જમીન મંગાઇઃ કન્‍ટેનર ટર્મીનલ માટે પણ કાર્યવાહી

રાજકોટ જીલ્લા કલેકટરે પત્રકારોને જણાવ્‍યું હતું કે, રાજકોટમાં અદ્યતન ઇમીટેશન જવેલરી પાર્ક બનાવવા માટે ર૦૦ હેકટર એટલે કે ર લાખ ૮૪ હજાર ચો.મી. જમીન મંગાઇ છે, જે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ, આટલી મોટી જમીન અંગે ચકાસણી બાદ અપાશે. આ ઉપરાંત મકનસર-મોરબી કે હસ્‍તેશ્‍વર આ ત્રણમાંથી કોઇપણ એક જગ્‍યાએ નવા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ કક્ષાના કન્‍ટેનર ટર્મીનલ અંગે કાર્યવાહી કરાઇ છે. આ માટે રેલ્‍વે જમીન આપશે.

 

(3:46 pm IST)