રાજકોટ
News of Thursday, 30th June 2022

સાકર જેવી મીઠી ઇઝરાઇલી ખારેક રૂા. ૬૦ ની કિલો

કેસર કલમી આંબા રૂા. ૧૦૦માં શાકભાજીના બિયારણ રૂા. પાંચમાં : ખરખોડી પાઉડર રાહત દરે : અથાણા, લીમડાનો ગાળો વગેરે રાહત દરેક : નવરંગ કલબનું આયોજન

રાજકોટ, તા. ૩૦ : ઇઝરાઇલી બારાહી ખારેક (૧ કિલો ના ૬૦ રૂ), કેસર કલમી આંબા (રૂ ૧૦૦), ચોમાશૂ શાકભાજી ના બિયારણ (રૂ ૫), જીવંતીકા (ખરખોડી/ડોડી) ના પાવડર નું રાહત દરે વિતરણ, એકયુપ્રેસર સારવાર વિનામૂલ્‍યે વગેરેનું નવરંગ દ્વારા આયોજન થયું છે.   
આમરણ ચોવીશી ના ભગીરથ ફાર્મ ની ઈજરાયલી બારાહી ખારેક (૧ કિલો ના ૬૦ રૂ) મળશે. ચોમાસું શાકભાજી ના બિયારણ જેવા કે ગુવાર, ભીંડો, રીંગણી, મરચી, ટમેટી, ચોળી, કારેલાં, ગલકા, તૂરિયા, દૂધી, કાકડી, ચીભડા ના નાના પેકેટ નું રાહત દરે (રૂ ૫) વિતરણ, કદમ, ફણસ, ફાલસા, લકી બાંબુ, ઇંગ્‍લિશ ગુલાબ ના રોપા નું વિતરણ થશે.
મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, લાલ અને મિક્‍સ કાશ્‍મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતિ, લીલી, ખટુંબરા વગેરે નું રોપા ના ૨૫ રૂ લેખે રાહત દરે વિતરણ.
આંગણે વાવો શાકભાજી ને પ્રોત્‍સાહન મળે તે માટે રીંગણી, ટમેટી અને કોબી ના રોપાઓ મળસે સાથે સાથે વિવિધ જાત ના શાકભાજી ના બિયારણ નાના પેક માં મળસે.
ફૂલછોડ :કાશ્‍મીરી અને ઈંગ્‍લીશ ગુલાબ ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશ્‍મસ ટ્રી, એક્‍શ્‍ઝોરા, ક્રોટોન વિગેરે રાહત દરે મળશે.
એલોવેરા જેલ : અલોવેરા જ્‍યુસ અને સપ્ત્‌ચુર્ણ રાહત દરે મળશે.
દેસી ગોળ, કાજુ બદામ, અખરોટ, કિસમિસ, કેળાં, કેસર અને હાફૂસ કેરી,  વિવિધ જાત ના દેસી મુખવાસ અને દેસી અથાણાં.
છાણિયું ખાતર, લીંબડા નો ગળો, વિવિધ જાત ના કઠોળ, માટી અને પ્‍લાસ્‍ટિક ના કુંડા.
વાંચન અભિયાન - વધુમાં વધુ લોકો વાંચન તરફ વળે તે માટે સંસ્‍કારી સાહિત્‍ય ના પુસ્‍તકો પાછા આપવાની શરતે વિનામુલ્‍યે વિશ્વનિડમ ગુરુકુલમ તરફ થી આપવામાં આવશે.  
જીતુભાઈ વિશ્વનીડમ ગુરુકુલમ તરફ થી ગીર ગાય ની છાસ વિનામૂલ્‍યે પીવડાવવામાં આવશે.
આ બધું ખેડૂતો અને અન્‍ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને અમારી સંસ્‍થા જગ્‍યા અને પ્રચાર ની વ્‍યવસ્‍થા વિનામૂલ્‍યે કરી આપે છે. કાર્યક્રમમાં સોસીયલ ડિસટન્‍સ નું પાલન અને માસ્‍ક ફરજીયાત છે. કાર્યક્રમ રાજકોટ  ખાતે ૧૫૦ ફૂટ રીંગરોડ, અમીન માર્ગ નો ખૂણો, તા.૦૩ રવિવાર સમયઃ સવારે ૮ થી ૧ યોજાશે.

 

(3:44 pm IST)