રાજકોટ
News of Thursday, 30th June 2022

લોધીકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે રાવકીવાળા સુરૂભા જાડેજાની વરણી

રાજકોટ તા. ૩૦ : જિલ્લાના લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ તરીકે સુરૂભા લાલુભા જાડેજાની નિમણુંક કરવામાં આવી છે મૂળ લોધીકા તાલુકાના રાવકી ગામના વતની સુરૂભા છેલ્લા ર૦ વર્ષથી રાજકારણમાં સક્રિય છે. કોરોનાકાળ દરમિયાન તમામે લોધીકામાં અનેક સેવાના કામો કર્યા છે.

વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસને ભવ્‍ય રીતે વિજય બનાવવા માટે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરની સુચનાથી રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઇ ખાટરીયા દ્વારા તેમની નિમણુંક કરાયેલ છે.

સુરૂભા જાડેજા પર લોધીકા બેઠક માટેની વિશેષ જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે લોધીકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ બનતા જ સુરૂભા ઝાલા પર શુભેચ્‍છાનો ધોધ વહી રહ્યો છ.ેવિશેષ જવાબદારી બદલ પ્રદેશ કોંગ્રેસના અધ્‍યક્ષ જગદીશ ઠાકોર અને રાજકોટ જીલ્લા કોંગ્રેસના અર્જુનભાઇ ખાટરીયાનો આભાર પ્રગટ કર્યો છે

(3:35 pm IST)