રાજકોટ
News of Thursday, 30th June 2022

રાજકોટના વિકાસકામોનું સોમવારે મોદીના હસ્‍તે ઇ-લોકાર્પણની તૈયારી

રાજકોટ તા. ૩૦ :.. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ૪ જૂલાઇએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદ-ગાંધીનગરમાં તેમના કાર્યક્રમો યોજાનાર છે. મુખ્‍ય સમારંભની સાથે અન્‍ય શહેર-જિલ્લાના વિકાસકામોનું લોકાર્પણ થનાર છે. રાજકોટ શહેરના વિકાસકામોનું વડાપ્રધાનના હસ્‍તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા મ્‍યુ. કોર્પોરેશને સરકારને યાદી મોકલી છે. કમિશનર અમિત અરોરાએ જણાવેલ કે યાદી મંજૂર થયા મુજબ વિકાસકામોનું ખાતમુહુર્ત - લોકાર્પણ થશે.

(4:23 pm IST)