રાજકોટ
News of Thursday, 30th June 2022

કાલે અષાઢી બીજ -કચ્‍છી નૂતન વર્ષ નિમિતે ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે ધ્‍યાનોત્‍સવ

લાફિંગ થેરાપી માસ્‍ટર નિતિનભાઇ (સ્‍વામિ દેવ રાહુલ)ના સાનિધ્‍યમાં હસીબા-ખૈલીબા -ધરિબા ધ્‍યાનમ

રાજકોટઃ ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એકમાત્ર ઔશૌ સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે નિયમીત ૩૯ વર્ષોથી અવાર નવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેનુ સંચાલન સ્‍વામિ સત્‍ય પ્રકાશ કરી રહ્યા છે.

આવતીકાલ તા. ૧ને શુક્રવારે અષાઢી બીજ તથા કચ્‍છીનૂતન વર્ષ નિમિતે ઔશૌ સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે સાંજના ૬:૩૦ થી ૮ દરમ્‍યાન કિર્તન ઉત્‍સવ, સંધ્‍યા, ધ્‍યાન તથા લાફિંગ થેરાપી માસ્‍ટર નિતીનભાઇના સાનિધ્‍યમાં હસીબા-ખેલીબા-ધરીબા-ધ્‍યાનમ

સ્‍થળઃ ઔશૌ સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, ‘‘ડી'' માટે પાછળ, ૪ વૈદવાડી, રાજકોટ

વિશેષ માહિતી :- સ્‍વામિ સત્‍ય પ્રકાશ :- ૯૪૨૭૨૫૪૨૭૬, સંજીવ રાઠોડ :- ૯૮૨૪૮૮૬૦૭૦

(3:05 pm IST)