રાજકોટ
News of Thursday, 30th June 2022

દારૂના આઠ ગુનામાં નવ વર્ષથી નાસતો ફરતો ધર્મેશ ઉર્ફે ધમો પકડાયો

ભકિતનગર પોલીસે પ્રીયદર્શન સોસાયટી પાસેથી દબોચ્‍યો

રાજકોટ તા. ૩૦ : શહેરના અલગ-અલગ વિસ્‍તારના વિદેશી દારૂના આઠ ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર શખ્‍સને ભકિતનગર પોલીસે પ્રીયદર્શન સોસાયટીમાંથી પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ, જોઇન્‍ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલ દ્વારા સૂચના આપવામાં આવતા ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ એચ.એન.રાયજાદા સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે બુટલેગર ધર્મેશ ઉર્ફે ધમો ૪૦ ફૂટ રોડ પર હોવાની હેડ કોન્‍સ. સંજયભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, કોન્‍સ. મનીષભાઇ ચાવડા અને પુષ્‍પરાજસિંહ ગોહિલને બાતમી મળતા ૪૦ ફૂટ રોડ પર પ્રીયદર્શન સોસાયટી શેરી નં. ૬માં રહેતો ધર્મેશ ઉર્ફે ધમો નરેશભાઇ વાઘેલા (ઉ.૩૮)ને તેના ઘર પાસેથી અગાઉ ૪.૮૧ લાખના દારૂના કેસમાં ફરાર હતો. તેમજ માલવીયાનગર, બી-ડીવીઝન, ધ્રોલ, માળીયા મિંયાણા અને જામનગર સિક્કા પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો હતો.
આ કામગીરી પીઆઇ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એન.રાયજાદા તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.(

 

(3:01 pm IST)