રાજકોટ
News of Thursday, 30th June 2022

ઇસ્‍ટઝોન ડોકટર્સ એસો.દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમો

રાજકોટઃ ઉપલા કાંઠા વિસ્‍તારના ઇસ્‍ટ ઝોન ડોકટર્સ એસોસિયેશન દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ ટેલેન્‍ટ શોનું આયોજન તા.૩ જુલાઇનાં રવિવારના પેડક રોડ પર સેટેલાઇટ ચોક સ્‍થિત શ્રી અટલ બિહારી વાજપેયી હોલમાં રાત્રીના ૮ વાગ્‍યાથી કરવામાં આવશે.
આ આયોજનમાં ઉપલા કાંઠા વિસ્‍તારના, આ ઉપરાંત રાજકોટના વિવિધ ડોકટર્સ અસોસિએશનના પ્રેસિડન્‍ટ, સેક્રેટરી અને ડોકટરોશ્રી ઉૈપસ્‍થિત રહેશે.  કાર્યક્રમમાં નાના ભૂલકાઓ તેમજ ડોકટર મિત્રો પોતાની કળા સંગીત, નૃત્‍ય અને ડ્રામા દ્વારા બતાવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા એસોસિએશનના ચેરમેન ડો. મનોજ ઠેસિયા, પ્રમુખ ડૉ. પંકજ મીઠાપરા, મંત્રી ડો. ગૌરવ વેકરીયા તેમજ ડૉ ભરત ઢોલરિયા, ડૉ પાર્થ ઢાંકેચા, ડૉ અર્જુન ગજેરા, ડૉ.યતીન પુજારા, ડૉ. આશિષ ડાભી, ડૉ. સમીર ખુંટ, ડૉ.કૌશીક પટેલ, ડૉ.રશેસ ત્રિવેદી, ડૉ. અમિત ડોબરીયા, ડૉ. હિમાશું માયાણી અને ડૉ. નિર્મલ ગજ્જર જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(10:42 am IST)