રાજકોટ
News of Tuesday, 30th June 2020

ન્યારી (૧) માં નવા નીરનાં શ્રીગણેશઃ ૦ાા ફુટ વરસાદી પાણી આવ્યુ

રાજકોટ : મેઘરાજાનુ આગમન થઇ ચુકયુ છે. આજે શહેર ત્થા આસપાસનાં વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થતાં મ્યુ. રાજકોટ માટે પાણીનાં આધાર સ્તંભસમાં નવા નીરની પધરામણી થઇ છે. મ્યુ. કોર્પોરેશનનાં ઇજનેરી સુત્રોએ જણાવ્યા મુજબ આજે ન્યારી (૧)માં ૦ાા ફુટ એટલે કે ૦.પ૬ જેટલું નવુ વરસાદી પાણી આવતાં. ડેમની હાલની સપાટી ૧૬.૪૦ ફુટે પહોંચી છે. અને ડેમમાં  પ૪૩ એમ. સી. એફ. ટી.  જળ જથ્થો સંગ્રહીત થયો છે. તસ્વીરમાં ન્યારી ડેમની વિશાળ જળ રાશી તેમજ ડેમનાં વાલ્વ ટાવરમાં પાણી માપવાની માપપટ્ટી નજરે પડે છે.

(4:09 pm IST)