રાજકોટ
News of Tuesday, 30th June 2020

અનોખા આશિયાના...

કુદરતની વ્યવસ્થા અનોખી છે. એક તરફ દોમદોમ અમીરી તો બીજી તરફ કીડા-મકોડાની માફક ટળવળતી ગરીબી !! આજે રાજકોટમાં લાંબા સમય પછી મેઘરાજાએ પોતાનુ હેત થોડુ ઘણું વરસાવ્યુ ત્યારે સમગ્ર શહેરમાં વરસાદી માહોલથી ઉમંગ છલકતી'તી તો બીજી તરફ લક્ષ્મીનગર અન્ડરપાસ નજીક આ 'અનોખા આશિયાના'માં જાયે તો જાયે કહાં ? જેવી વિવશતા નિતરતી હતી. આ ઝૂંપડામાં વસતા લોકોએ પોતાના ઘેંટા-બકરાને પણ ન છુટકે સાથે જ સમાવા પડયા હતા !! (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:06 pm IST)