રાજકોટ
News of Tuesday, 30th June 2020

આત્મનિર્ભર મહિલાઓનો આજનો વકરો વરસાદે છીનવ્યો...

પ્લાસ્ટીકની ચીજવસ્તુઓની રેંકડીમાં ફેરી કરી પેટીયુ રળતી ગરિબ પરિવારની આત્મનિર્ભર મહિલાઓ આજે સવારે નિત્યક્રમ મુજબ રેંકડીઓમાં માલસામાન ભીરને એરપોર્ટ રોડ, રેસકોર્ષ રોડ પર વેંચવા નીકળી હતી. પરંતુ ઓચિંતો ધોધમાર વરસાદ વરસવા માંડતા આ મહિલાઓએ ઘર તરફ રેંકડીઓ હંકારી મુકી હતી. આ મહિલાઓ જાણે કહેતી હતાં કે આજનો વકરો વરસાદને કારણે છીનવાઇ ગયો. જો કે તેને બીજી એક વાતની ખુશી પણ હતી કે વરસાદ વરસશે તો જ વર્ષ સારુ જશે. આજે ભલે કંઇ વેંચી ન શકાયું, કાલે ફરીથી ફેરી કરીશું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:05 pm IST)