રાજકોટ
News of Tuesday, 30th June 2020

રેસકોર્સ રીંગ રોડ, હેમુ ગઢવી હોલ પાછળના નાલા સહિતનાં વિસ્તારોમાં પાણી ફરી વળ્યા

રાજકોટ : આજે બપોરે ૧ાા ઇંચ જેટલો વરસાદ પડતાં શહેરમાં અનેક સ્થળોએ વરસાદી પાણી ફરી વળ્યા હતા. તસ્વીરોમાં રેસકોર્ષ રીંગ રોડ, હેમુ ગઢવી હોલ પાછળનાં નાલામાં વગેરે વિસ્તારોમાં  પાણી ભરાતાં વાહન ચાલકોને વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલીઓ સર્જાયેલ તે નજરે પડે છે. કેટલાક સ્થળે વાહનોનાં વ્હીલ ડુબી જાય તેટલી માત્રામાં પાણી ભરાયા હતાં. છતાં રંગીલા રાજકોટવાસીઓએ મેઘરાજાનાં આ વ્હાલને હરખથી વધાવીને મનભરીને ભીંજાયા હતાં. (તસ્વીરો : અશોક બગથરીયા)

(4:04 pm IST)