રાજકોટ
News of Tuesday, 30th June 2020

રાજકોટના નર્સિંગ સ્ટાફને અમદાવાદ કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફરજ પર મોકલવાનું બંધ કરો

અમદાવાદમાં પુરતી સંખ્યા છેઃ રાજકોટ મહિલા કોંગ્રેસનું કલેકટરને આવેદન..

રાજકોટના નર્સિંગ સ્ટાફને અમદાવાદ કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફરજ પર મોકલવાનું બંધ કરો :  અમદાવાદમાં પુરતી સંખ્યા છેઃ રાજકોટ મહિલા કોંગ્રેસનું કલેકટરને આવેદન.. : શહેર મહિલા કોંગ્રેસ દ્વારા રાજકોટથી નર્સિંગ સ્ટાફને અમદાવાદ મોકલાય છે તેનો વિરોધ કરી એડી. કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

રાજકોટ,તા.૩૦: શહેરમહિલા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન પાઠવી રાજકોટથી બેચમાં નર્સીંગ સ્ટાફને પંદર દિવસના રોટેશન પર અમદાવાદ કોવીડ હોસ્પિટલ ફરજ પર મુકવામાં આવે છે.તે તાત્કાલીક અસરથી આ પ્રકિયા બંધ કરવામાં આવે તેમ માંગણી કરાઇ હતી.

આવેદનમાં જણાવેલ કે, અમદાવાદ રાજકોટ કરતા અતિ વધારે સંક્રમિત વિસ્તાર છે. જેથી ફરજ જતા નર્સીંગ સ્ટાફને સંક્રમિત થઇ પાછો ફરે તેવી શકયતા છે અને દાખલા પણ છે. રાજકોટથી નર્સીંગ સ્ટાફ પંદર દિવસ અમદાવાદ જાય અને પછી પંદર દિવસ 'કોરન્ટાઇન' થાય આમ રાજકોટ સીવીલમાં એક મહીના સુધી તે ફરજ બજાવી શકે નહીં. આમ, રાજકોટ સીવીલમાં નર્સીંગ સ્ટાફની મોટી ખોટ રહે છે અને દર્દીઓની સારવાર પર અસર પડે છે. અમદાવાદ ગયેલ નર્સીંગ સ્ટાફ અને તેના કુટુંબ આખી પ્રક્રિયાને કારણે ચીંતીત રહે છે અને વગર કારણ નર્સીંગ સ્ટાફના ગૃહસ્થજીવન પર અસર પડે છે.

આ રજુઆત વેળાએ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી મનિષાબા વાળા, પ્રફુલ્લાબા ચૌહાણ, ફેમીબેન ગોહેલ, હિરલબેન રાઠોડ, નયનાબા જાડેજા, પ્રતિમાબેન વ્યાસ, સરોજબેન રાઠોડ વિગેરે જોડાયા હતા.

(4:03 pm IST)