રાજકોટ
News of Tuesday, 30th June 2020

ચામુંડા સોસાયટીનો કાનો બાવાજી ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ : શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની સુચનાથી બી-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એફ. ડામોર, હેડકોન્સ. ધર્મરાજસિંહ, દિવ્યરાજસિંહ, સત્યજીતસિંહ તથા ટીઆરથી અનિરૂધ્ધસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ધર્મરાજસિંહ, દિવ્યરાજસિંહ અને સત્યજીતસિંહને મળેલી બાતમીના આધારે કાનો મોહનભાઇ રામાવત (ઉ.વ.૩૬) (રહે. કુવાડવા રોડ ચામુંડા સોસાયટી)ને જીજ.ે. ૩ કે.જે. ૪૮૪ નંબરના ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. પુછપરછમાં તેણે આ બાઇક ૧પ દિવસ પહેલા મેંગો માર્કેટ પાસે આવેલા ગોડાઉન પાસેથી મિત્ર વાલો પ્રદિપભાઇ દાસ (રહે. નવાગામ વાડી) સાથે મળીને ચોર્યાની કબુલાત આપી હતી.

(3:07 pm IST)