રાજકોટ
News of Tuesday, 30th June 2020

રીક્ષામાં મુસાફરોની નજર ચૂકવી દાગીના કાઢી લેનારા સુનીલ અને નરેશ પાસામાં ધકેલાયા

રાજકોટ તા. ૩૦: શહેરના ત્રીકોણ બાગ આસપાસ પંદર દિવસમાં રીક્ષામાં નજર ચૂકવી અલગ-અલગ મુસાફરોના દાગીના સેરવી લેનારા બે દેવીપૂજક શખ્સોને પાસામાં ધકેલી દીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના ત્રીકોણબાગ આસપાસ રીક્ષામાં મુસાફરોને બેસાડી તેની નજર ચૂકવી દાગીના તથા રોકડ સેરવી લેતા સુનીલ ઉર્ફે અનો ચંદુભાઇ ચુડાસમા (ઉ.વ. ર૧) અને નરેશ ઉર્ફે ઝીણી બાબુભાઇ દુધરેજીયા (ઉ.વ. ૩પ) (રહે. બંને ગોંડલ રોડ લોહાનગર મફતીયાપરા) અને રેમ્યા વિનયભાઇ સોલંકી (રહે. લોહાનગર) ને પકડી લીધા હતા. સુનીલ ઉર્ફે અનો અને નરેશ ઉર્ફે ઝીણી એ સાગરીતો સાથે ૧પ દિવસમાં અલગ-અલગ મુસાફરોને નિશાન બનાવી દાગીના અને રોકડ રકમ સેરવી લીધી હતી. આ બે દેવીપૂજક શખ્સોને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઇ અને. કે. જાડેજા, હેડ કોન્સ. રાજુભાઇ, શૈલેષભાઇ, ઇન્દ્રજીતસિંહ અને રાહુલગીરીએ દરખાસ્ત કરતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, એએસઆઇ બી. વી. ગોહીલ, ધર્મેશભાઇ ખેર, હેડ કોન્સ. હારૂનભાઇ ચાનીયા, વિરેન્દ્રસિંહ, દિપકભાઇ, મૌલીકભાઇ, જગદીશભાઇ, નરેશભાઇ તથા મેરૂભા સહિતે સુનીલછ ઉર્ફે અનો ચુડાસમા અને નરેશ ઉર્ફે ઝીણી દુધરેજીયાની પાસા હેઠળ અટકાયત કરી બંનેને સુરત જેલમાં ધકેલી દીધા હતા.

(3:06 pm IST)