રાજકોટ
News of Tuesday, 30th June 2020

સોનીબજાર મંદીના ભરડામાં : ગ્રાહકીનો અભાવ : કારીગરો નવરા

અનલોક-૨ના પ્રારંભે પણ માર્કેટ હજુ રોનક વિહોણી : મહામારી-લોકડાઉન અને ભાવમાં ઉછાળો આવતા બજાર સુમસામ બની

રાજકોટ,તા.૩૦:કોરોના મહામારીને કારણે લગાવેલ લોકડાઉન બાદ અનલોકપૂર્ણ થવા છતાં વેપાર ધંધામાં હજુ રોનક આવી નથી તેમાંયે શહેરની શાન સમી સોનીબજાર ભયંકર મંદીના ભરડામાં સપડાઈ છે અનલોક ૦૨ ની શરૂઆત થવા છતાં કોરોના મહામારીને કારણે લોકોને આર્થિક ફટકો પડ્યો તેનો દ્યા જાણે હજુ રૂજાયો નથી તેમ મોટાભાગની બજારોમાં મંદીનો વાયરો ફુંકાયો છે

ઙ્ગલોકડાઉનના છેલ્લા ૩ મહિનામાં સોનાના ભાવમાં એક તોલે રૂપિયા ૬૦૦૦ જેટલો ઉછાળો જોવા મળતા લોકો પણ સોનાની ખરીદી કરતા અચકાય રહયા છે.માત્રઙ્ગ ખપપુરતી જ કરે છેબીજીતરફ રાજકોટ સોની બજાર સાથે સંકળાયેલ જવેલરીના મોટા મથકોમાં કોરોનાએઙ્ગ માજા મૂકી છે જેઠાઈ કરીને ત્યાંના વેપાર પણ હજુ શરૂ નહીં થવાની કારીગરો નવરા થયા છે

ઙ્ગએશિયાની ગોલ્ડ હબ મનાતી રાજકોટની સોનીબજારમાં હાલ ગ્રાહાકીનો અભાવ છે હજારો કારીગરો કામ વિહોણા બન્યા છે દેશ દેશાવરોના વેપાર ઠપ્પ થયા છે અને લોકલ ખરીદી સાવ મંદ રહેવા પામી છે હજારો બંગાળી કારીગરોએ વતનની વાટ પકડી છે

ઙ્ગજાણકારોના માનવા મુજબ કોરોના મહામારીએ લોકોની ખરીદ શકિતમાં દ્યટાડો કરેલ છે ત્યારે છેલ્લા ત્રણેક મહિનાથી સોનાના ભાવમાં થયેલ વધારાને કારણે પણ ગ્રાહકીને અસરકર્તા બની છે સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇસપાટીએ છે અને આગામી મહિનાઓમાં પણ કોરોના મહામારી અને વૈશ્વિક પરિસ્થિતિને જોતા વેપાર ધંધાને પાટે ચડતા હજુ ઘણી વાર લાગશે.

(4:02 pm IST)