રાજકોટ
News of Tuesday, 30th June 2020

આજે વધુ ૫ કેસ

મવડી મેઇન રોડ, માયાણી ચોક, અમીન માર્ગ તથા નહેરૂનગર-રૈયા રોડ, દૂધ સાગર રોડ સહિતના વિસ્તારમાં ૪ મહિલા અને ૧ પુરૂષને કોરોનાઃ કુલ આંક ૧૬૪

તંત્ર ઉંધા માથેઃ શહેરમાં આજે પાંચ કેસ નોંધાતા મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય શાખા દ્વારા કોરોના પોઝિટિવ વિસ્તારમાં મેડિકલ સર્વે અને કોરોન્ટાઇન ઇનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે વખતની તસ્વીર.

રાજકોટ તા. ૩૦: શહેરમાં ગઇકાલે કોરોનાનો એકપણ કેસ નહિ નોંધાયા શહેરીજનોએ રાહતનાં શ્વાસ લીધા હતા ત્યારે ફરી આજે સવારે મવડી મેઇન રોડ, માયાણી ચોક, કિંગ્સ હાઇટ, અમીન માર્ગ, નહેરૂનગર-રૈયા રોડ તથા દુધ સાગર રોડ સહિતના વિસ્તારમાં ૧ પુરૂષ અને ૪ મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આજે નવા પાંચ કેસ નોંધાતા શહેરનો કુલ આંક ૧૬૪ એ પહોંચ્યો છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા. ૩૦ જુન આજરોજ રાજકોટ શહેરમાં નોંધાયેલ પ કોરોના પોઝીટીવ કેસની વિગત આ મુજબ છે. (૧) જયસુખભાઇ જમનભાઇ સાંગાણી (૪૯/પુરૂષ), મવડી મેઇન રોડ, રાજકોટ. (ર) રસીલાબેન દિલીપભાઇ સગપરીયા (પ૦/સ્ત્રી), માયાણી ચોક, રાજકોટ. (૩) ડઢાણીયા નલીનીબેન (૬૮/સ્ત્રી), બી/૧૦૦ર, કિંગ્સ હાઇટ, અમીન માર્ગ, (૪) રોશનબેન નૌશાદભાઇ મીર (પ૦/સ્ત્રી), આમ્રપાલી-નહેરૂનગર તથા (પ) રતનબેન કેશવભાઇ દવે (૬૦/સ્ત્રી), દૂધ સાગર રોડ, વીમા દવાખાના પાછળ, રાજકોટનો સમાવેશ થા છે. જેમાં ૧૧૬ દર્દીઓ સાજા થાય. કુલ કેસ ૧૬૪ પૈકી ૧૧૬ દર્દીઓ સાજા થયા છે. જયારે ૬ મૃત્યુ થયા છે.  હાલ ૪ર દર્દીઓ સારવાર હેઠળ છે.

(2:59 pm IST)