News of Saturday, 30th May 2020
એસઆરપી કેમ્પ પાસેની ઝૂપડપટ્ટીમાં ધોકા-કુહાડીથી ધમાલઃ ત્રણને ઇજા
રાજકોટ તા. ૩૦: જામનગર રોડ પર ઘંટેશ્વર એસઆરપી કેમ્પ નજીક ઝૂપડપટ્ટીમાં સાંજે ત્યાં જ રહેતાં શખ્સો વચ્ચે બોલાચાલી બાદ ધોકા-કુહાડીથી મારામારી થતાં ત્રણને ઇજા થઇ હતી. જેમાં વસંત જીવણભાઇ જાદવ (ઉ.૪૪) પોતાના પર સંજય, ગબલો, લખી, દલુએ ધોકાથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.
સામા પક્ષે સંજય કાનાભાઇ બાવાજી (ઉ.૧૮) અને ગમન કાનાભાઇ બાવાજી (ઉ.૨૯) પોતાને ગોવિંદ સહિતે કુહાડીથી ઇજા કર્યાની રાવ સાથે સારવાર લીધી હતી. જો કે પોલીસ ફરિયાદ નોંધે એ પહેલા ત્રણેય રજા લઇને નીકળી ગયા હતાં.
(1:03 pm IST)