રાજકોટ
News of Wednesday, 30th May 2018

રાત્રે રાજકોટમાં કાલાવડ રોડ પર દલિત સમાજના ટોળા દ્વારા ચક્કાજામ :પોલીસ કાફલો દોડ્યો

મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આત્મવિલોપન કરવા ગયેલી મહિલા સહીત ચારની અટકાયતના વિરોધમાં જડુસ હોટલ પાસે ચક્કાજામ

રાજકોટ :રાજકોટમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આત્મ વિલોપન કરવા ગયેલી ત્રણ મહિલા સહિત ચારની અટકાયતના વિરોધમાં રાત્રે કાલાવડ રોડ પર દલિત સમાજના તોલા દ્વારા જડુસ હોટલ પાસે ચક્કાજામ કર્યો હતો

  નાની પડધરીના નાની અમરેલી ગામે રહેતા દલિત પૌઢ રમેશભાઈ રાણાભાઇ મકવાણા ઉપર ગત તા; 19-5ના રોજ માથાભારે શખ્શો દ્વારા જીવલેણ હુમલો કરવાં આવ્યો હતો હુમલા અંગે પોલીસે 14 ગુન્હાખોરો સામે હત્યાની કોશિશનો ગુન્હો નોંધી તાપસ શરુ કરી હતી હુમલા પાછળ પૂર્વ ધારાસભ્યની સંડોવણી હોવાના આક્ષેપ સાથે દલિત સમાજ અને હેતલબેન મકવાણાએ રૂરલ એસપી અંતરિપ સુદ ને આવેદન પત્ર પાઠવીને પાંચ દિવસમાં જો કાર્યવાહી નહિ કરવામાં આવે તો મુખ્યમંત્રીના નિવાસ સ્થને આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી હતી

 આજે હેતલબેન આત્મવિલોપન કરે તે પહેલા તેની ગાંધીગ્રામ  પોલીસે અટકાયત કરી હતી તેની સાથે બે મહિલા અને એક પુરુષની પણ અટકાયત કરી હતી અમ્મલે દલિત સમાજમાં રોષ ફેલાયો હતો અને દલિત સમાજ દ્વાર કાલાવડ રોડ પર જડુસ હોટલ પાસે ચક્કાજામ કરાયો હતો

  ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો

(9:48 pm IST)