રાજકોટ
News of Wednesday, 30th May 2018

બાંધકામ ઉદ્યોગને સ્‍પર્શતા જીડીસીઆર સુધારા અંગે રાજકોટ બિલ્‍ડર્સ એન્‍ડ ડેવલોપર્સ એસો. દ્વારા રજુઆત

રાજકોટ તા. ૩૦ : બાંધકામ ઉદ્યોગને અસર કરતા કેટલા મુદ્દે રાજકોટ બીલ્‍ડર્સ એન્‍ડ ડેવલોપર્સ એસો. દ્વારા શહેર વિકાસ સચિવ અને ચીફ ટાઉન પ્‍લાનરને વિસ્‍તૃત પત્ર લખી રજુઆત કરાઇ છે.

જીડીસીઆરના સુધારા સુચવતા જણાવેલ છે કે ૧૨ મી. થી મોટા રોડ ઉપર ઇન્‍ડસ્‍ટ્રીયલ -૧ બાંધકામ મળે છે તે ૯ મી. ના રોડ ઉપર પણ મળે તેવી સુગમતા હોવી જરૂરી છે. એજ રીતે રાજકોટના ઝોનીંગ પ્‍લાન મુબજ ૧૧ સ્‍પેશ્‍યલ ઇન્‍ડસ્‍ટ્રીયલ ઝોન કયાંય દર્શાવેલ નથી. તે દુર કરી તેમા પબ્‍લીક પર્પોઝ ઝોન દર્શાવેલ છે તેનો સમાવેશ કરવા સુચન કરાયુ છે.

એજ રીતે સીંગલ રહેણાંક મકાનમાં આગળ પાછળ જરૂરી માર્જીન છોડી પ્‍લાન રજુ કરવા પડે છે તેમાં રૂડા દ્વારા કલોઝ મુજબ ઓપન મુકાવે છે. જેથી કરી પ્‍લાનીંગ યોગ્‍ય થઇ શકતુ નથી. ડીડબલ્‍યુ-૧,૨ અને ૩ કેન્‍સલ કરી મીનીમમ ૩×૩  નું કરવુ જોઇએ. જેથી આમ નાગરીકની જરૂરીયાત પૂર્ણ થઇ શકે.

નોટીફીકેશન મુજબ સીટી એરીયા એ-બી માં શેડયુલ ૩૬ મુજબ ૨.૫૦ મારર્જીન છે પરંતુ પ્‍લોટ એરીયાના ૨૫% ફ્રન્‍ટમાં મુકતા તે માર્જીન દરેક પ્‍લોટમાં ૨.૫૦ મી.ી કરતા વધારે થાય છે તે નુકશાન કારક છે.

રોડ કપાત, ટી.પી. કપાતમાં થતા ઉંધા અર્થઘટન અંગે તેમજ નાના રોકાણકારોના પેમેન્‍ટમાં એફ.એસ.આઇ. વધારો, સી.ડી. ૩,૪ કે પ ફુટની રાખવા બાબગતે છુટછાટ આપવા તેમજ જીડીસીઆર અંગ્રેજીને બદલે માતૃભાષામાં આપવા સહીત ૧૭ જેટલા મુદ્દે રજુ આત કરવામાં આવી છે.

(4:36 pm IST)