રાજકોટ
News of Wednesday, 30th May 2018

કાલાવડ રોડ ઉપર ૫૭ દુકાનધારકો પાસેથી ૧૨ કિલો પ્‍લાસ્‍ટીક જપ્‍તઃ ૨૧ હજારનો દંડ

રાજકોટ :. ‘સ્‍વચ્‍છ ભારત મિશન' અંતર્ગત મ્‍યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્‍વચ્‍છતા જળવાઈ રહે તે હેતુથી કોઈપણ જાડાઈની પ્‍લાસ્‍ટિક કેરી બેગ્‍ઝ ઉત્‍પાદન, સંગ્રહ, વેચાણ, વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે ત્‍યારે પ્‍લાસ્‍ટિક કેરી બેગ્‍ઝ તથા પાન માવા પ્‍લાસ્‍ટિક વાપરવા સામે પ્રતિબંધ હોવા છતા વેસ્‍ટ ઝોન ખાતેના કાલાવડ રોડ પર આવેલ મુખ્‍યત્‍વે ૫૭ દુકાનો જેવી કે ડીલકસ પાન, આશાપુરા પાન, સંતોષ ભેળ, ખેતલા આપા ટી સ્‍ટોલ, દયાસાગર પાન, યશ પાન, રાધે ક્રિષ્‍ના પાન, કેરવી પાન, શ્રીજી પાન, ગોકુલ ડેરી ફાર્મ, કાદરીયા પાન, ગણેશ નમકીન, શિવ દાળ પકવાન સહિતના ૫૭ દુકાનધારકો પાસેથી ૧૨ કિલો પ્‍લાસ્‍ટિક કેરી બેગ્‍ઝ તથા પાન માવા પ્‍લાસ્‍ટિક જપ્‍ત કરી ૨૧ હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા કમિશ્નર શ્રી બંછાનિધિના આદેશ અન્‍વયે વેસ્‍ટ ઝોન નાયબ કમિશ્નર ડી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ વેસ્‍ટ ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્‍વીજયસિંહ તુવરની દેખરેખમાં આસિ. ઈજનેર ભાવેશ ખાંભલાની હાજરીમાં વેસ્‍ટ ઝોન સેનેટરી ઈન્‍સ્‍પેકટર મૌલેશ વ્‍યાસ, કૌશિક ધામેચા, કેતન લખતરીયા તથા એસ.એસ.આઈ. સંજય ચાવડા, નિતીનભાઈ, વિશાલભાઈ, મયુરભાઈ, નિલેશભાઈ વગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(4:32 pm IST)