રાજકોટ
News of Wednesday, 30th May 2018

ગોંડલ ચોકડીથી રીબડા સુધી સીકસ લેન રોડ બનાવોઃ જી.એસ.ટીના ઉંચા દરના ઘટાડાના સરળીકરણના પ્રયત્‍નો ચાલુ

શાપર-વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસો. દ્વારા ૫૩ કરોડના ખર્ચે ૪૩ કિ.મી.ના રોડ બનાવી આપ્‍યા : શાપર-વેરાવળને સંયુકત નગરપાલીકા આપોઃ પાંચમાં ૬૬ કે.વી. સબસ્‍ટેશનની મંજુરી મળી ગઇ

રાજકોટઃ તા.૩૦, શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીઅલ એસોસીએશનની ૧૮મી વાર્ષિક  સાધારણ સભા ગઇ સાંજે કાલાવડ રોડ ઉપર આવેલ કલાસીક પાર્ટી પ્‍લોટ ખાતે મળી હતી. જેમા પીવાના પાણી, કામદારોને રહેવાના મકાનો, ભુર્ગભ ગટર, ઔધોગીક ધનકચરાના નિકાલ, પ્રદુષિત પાણીથી થતો રોગચાળો સહિતના પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી. વાર્ષિકસભાનું દિપપ્રાગ્‍ટય રાજબેંકના ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઇ પટેલ, બીન અનામત આયોગના ચેરમેન શ્રી હસરાજભાઇ ગજેરા, રાજકોટ નાગરીક સરકારી બેંકના ચેરમેન શ્રી હંસરાજભાઇ ગજેરા આર્કેવ ફાર્મા. પ્રા.લી.ના શ્રી વંસતભાઇ ભાલોડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડી.કે સખીયા, શ્રી પરેશભાઇ ગજેરા, શ્રી નલીનભાઇ ઝવેરી વિ. ઉપસ્‍થિત રહયા હતા.

શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન સ્‍વ. પ્રત્‍યત્‍ને કોઇપણ જાતની માળખાગત સુવિધા વગર વ્‍યકિતગત રીતે ખેતીની જમીન બિન ખેતી કરાવી ઔધોગીક પ્‍લોટનું વેચાણ કરેલ અને ઉદ્યોગકારના સ્‍વ પ્રયત્‍નો થી ઔધોગીક ઝોન વિકસેલ છે. હાલમાં આ ઝોનમાં ૩૫૦૦ જેટલા કારખાના અને ૨૦ ચો. કિ.મી. વિસ્‍તારમાં ફેલાયેલા છે. પીવાના પાણી માટે એસોસીએશનની રાહબરી નીચે રસ્‍તા રોકો આંદોલન કરવામાં આવેલ કોઠારીયા પાસે નિયમ વિરૂધ્‍ધ  ટોલનાકુ બનેલ તે ઔધોગીક ઝોન માટે અડચણરૂપ હતુ જે સતત રજુઆતના કારણે ભરૂડી ગામ પાસે ટ્રાન્‍સફર કરાવેલ જીએસપીસીની ગેસ લાઇન શરૂ કરવામાં રસ્‍તામાં પાઇપનુ કામ ખેડુતોએ અટકાવેલ તેમા એસોસીએશનને મધ્‍યસ્‍થી કરી કામ પુર્ણ કરાવેલ.

 આરોગ્‍યને લગતી સુવિધા માટે સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર મંજુર કરાવેલ છે તેમજ ૧૦૮ની એમ્‍બ્‍યુલન્‍સ સેવા માટે આપેલ છે ટ્રાફિકની સમસ્‍યા હલ કરવા માટે શાપર વેરાવળ ચોકડી પાસે તથા પારડીગામ અને શીતળામાતા મંદીર પાસે અન્‍ડરબ્રિજ મંજુર કરાવેલ અને શીતળામાતા મંદીર અન્‍ડરપાસેની ઉંચાઇ ૩.૫ મીટર મંજુર કરેલ તે કેન્‍દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયા શ્રી ને રજુઆત કર૫.૫ મીટર કરી રી ટેન્‍ડરીંગ કરાવેલ અને આ કામપુર્ણ થઇ ગયેલ છે.

ફાયર સ્‍ટેશન માટે રજુઆત ધ્‍યાને લઇ રૂડા તરફથી અંદાજે રુા.૯ કરોડની જમીન મંજુર થતા મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના ખાતમુર્હુત કરેલ છે. અને રૂડામાંથી બાંધકામ પ્‍લાનની મંજુરી તેમજ ઇન્‍ફાસ્‍ટ્રકચર સ્‍કીમ અન્‍વયે સરકારશ્રીમાં પ્રોજેકટની સ્‍કીમ  મંજુર કાર્યવાહિ ચાલુ છે આ સુવિધાથી આસપાસનાં ગામોમાં વિકસી રહેલ ઉદ્યોગને પણ લાભ થશે

 રૂડામાં નદીના નામે ૧૦૦ મીટર નિયંત્રણ રેખા દુર કરાવેલ શાપર-વેરાવળ બંને ગામને રૂબન ડેવલોપમેન્‍ટ યોજનાઅન્‍વયે ભુર્ગભ ગટર યોજના મંજુર કરાવેલ છે. અને આ યોજના સંપુર્ણ ઔધોગીક ઝોનમાં મળે તે માટેના પ્રયત્‍નો ચાલુ છે. શાપર વેરાવળને સંયુકત નગરપાલીકા મળે ઔધોગીક ઝોનમાં આઇટીઆઇ મળે તે માટેની સતત રજુઆત કરવામાં આવેલ છે. સામાન્‍ય નાગરીક અને ઉદ્યોગકારોની સલામતિ માટે પોલીસ સ્‍ટેશન ચાલુ કરાવેલ છે. તેમજ પોલીસ સ્‍ટેશન ઓફિસ બાંધકામ કરાવી આપેલ.

 વિજળીનો પ્રશ્ન હલ કરવા માટે શાપર-વેરાવળ ઔધોગીક ઝોનમાં ૬૬ કેવી સબસ્‍ટેશન ચાર સંપુર્ણ કાર્યવન્‍ત કરાયેલ છે. પાંચમુ ૬૬ કે.વી. સબસ્‍ટેશનની મંજુરી મળી ગયેલ છે. પી.જી.વી.સી.એલને સરકારશ્રીમાંથી  ૧૪૭૦ ચો.મી. જમીન ફોલ્‍ટરસેન્‍ટર, વહિવટીકચેરી, બિલ કલેકશન, ઓફિસ વિગેરે માટે ઝોનની મધ્‍યમાં મેળવવામાં મદદરૂપ  થયેલ.

 જીએસટીના ઉંચા દરમાં ઘટાડો કરવા તેમજ અમલીકરણની જટીલતા દુર કરવા માટે ગ્રેટર ચેમ્‍બર ઓફ કોર્મસ, રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ અને અન્‍ય એસોસીએશનોને સાથે લઇ રજુઆત કરતાં મહદંઅંશે પ્રશ્ન હલ થયેલ છે અને વધુ સરળીકરણ માટેના પ્રયત્‍નો ચાલુ છે.

રાજકોટ ગોડલ ચોકડી ઓવરબ્રીજ બનાવવા અને ગોંડલ ચોકડી (ક્રિષ્‍ના પાર્ક) થી રીબડા સુધી સીકસ લેન રોડ બનાવવા માટે સતત રજુઆત કરેલ છે.

આયોજનમાં શાપર -વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસો.ના ચેરમેન રમેશભાઇ વી. ટીલાળા, અમૃતભાઇ ગઢીયા ઉપપ્રમુઅ, રતીભાઇ સાદરીયા ઉપપ્રમુખ, વિનુભાઇ ધડુક-સેક્રેટરી, કિશોરભાઇ કે. પટેલ (પ્રમુખ) એ જહેમત ઉઠાવી હતી.

(4:26 pm IST)