રાજકોટ
News of Wednesday, 30th May 2018

શરદ રાઠોડનું કલાસીકલ પેઈન્ટીંગ પ્રદર્શન સંપન્ન : સન્માન

નવી યુવા પેઢીને અલગ વિઝન આપ્યુ

રાજકોટ : ચિત્રકાર શરદ રાઠોડે પોતાના કલાસીકલ પેઈન્ટીંગનું પ્રદર્શન યોજી કલા જગતને સ્તબ્ધ કરી દીધેલ. સેંકડો બુકેથી કલાજગત પ્રેમીઓએ તેઓનું અભિવાદન કરેલ અને શાલ ઓઢાડી સન્માન કરેલ. પેઈન્ટીંગ પ્રદર્શનના તમામ પેઈન્ટીંગ મુંબઈના એક મોટા બિલ્ડરે આખો શો ખરીદી લીધા હતા. નવી યુવા પેઢી માટે આઈકોન બનેલા શરદ રાઠોડ ઉગતા ચિત્રકારો માટે એક અલગ જ દિશા એક અલગ વિઝન આપેલ છે. તેઓએ તમામ પેઈન્ટીંગનું વેચાણ કરી એક આંધી સર્જેલ છે. જેની લોકોએ ખૂબ જ લાગણી સાથે નોંધ લીધેલ છે. શરદ રાઠોડે (મો.૯૮૨૫૨ ૧૮૬૧૬) રાજકોટની જનતાનો આભાર માનેલ.

(4:09 pm IST)