રાજકોટ
News of Wednesday, 30th May 2018

ધો. ૧૨ સામાન્ય પ્રવાહ માર્ચ ૨૦૧૮ની પરીક્ષાનું પરિણામ ધારણા અને અવલોકન...

રાજકોટ, તા. ૩૦ :. માર્ચ ૨૦૧૮માં લેવાયેલ ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ તા. ૩૧-૫-૨૦૧૮ને ગુરૂવારના રોજ જાહેર થશે ત્યારે આ પરિણામ વિશે ધારણા કરીએ. ગત વર્ષે આ પરિણામ તા. ૩૦-૫-૨૦૧૮ના રોજ જાહેર કરવામાં આવેલ. આ વર્ષે એક દિવસ મોડું પરિણામ છે.

માર્ચ ૨૦૧૬ અને ૨૦૧૭નું પરિણામ જોઈએ...

વિગત          માર્ચ ૨૦૧૬     માર્ચ ૨૦૧૭     માર્ચ ૨૦૧૮ની શકયતા

એકંદર પરિણામ         ૫૫.૮૫ ટકા     ૫૬.૮૨ ટકા     ૬૦ થી ૬૨ ટકા

ઉપસ્થિત નિયમિત વિદ્યાર્થી      ૩૩૧૭૭૮               ૩૧૧૭૧૭               -

       ''          પરિણામ        ૬૮.૮૨ ટકા     ૭૬.૩૧ ટકા     ૭૮ ટકા

ઉપસ્થિત રીપીટર વિદ્યાર્થી       ૯૨૫૬૧                 ૧૦૨૯૨૨               -

       ''                 પરિણામ ૩૩.૬૩ ટકા     ૨૪.૫૭ ટકા     ૨૫ ટકા

ઉપસ્થિત ખાનગી વિદ્યાર્થી        ૭૨૮૯૮                 ૮૦૩૮૪                 -

       ''        ૅપરિણામ        ૨૫.૦૧ ટકા     ૨૨.૫૧ ટકા     ૨૧ ટકા

સામાન્ય પ્રવાહનું પરિણામ       ૫૫.૭૬ ટકા     ૫૬.૭૮ ટકા     ૬૦ થી ૬૧ ટકા

વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ ૬૮.૧૩ ટકા    ૬૨.૬૨ ટકા     ૬૩ ટકા

ઉત્તર બુનિયાદી પ્રવાહનું

પરિણામ                 ૬૩.૮૪ ટકા     ૬૦.૧૦ ટકા     ૬૧ ટકા

વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર       એલી. અમદાવાદ        એલીસબ્રીજ (અમદાવાદ) - અમદાવાદ કે સુરત

                          નાનપુર (સુરત ૧૦૦ ટકા)       - ૧૦૦ ટકા     

ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર      રાજપીપળા ૨૧.૫૯      ભીખાપુરા ૧૦.૦૭        આદિવાસી વિસ્તાર

વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત ૭૩.૫૦ ટકા - સુરત ૭૩.૮૫ ટકા - સુરત અથવા રાજકોટ

ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો નર્મદા ૩૨.૧૭ ટકા - છોટાઉદેપુર ૩૦.૮૧ ટકા - દક્ષિણ ગુજરાત

૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળા - ૧૦૭           - ૮૧    -           - ૮૫  વધવાની શકયતા

- ગત વર્ષ કરતા પરિણામ વધવાની શકયતા છે.

- નિયમિત વિદ્યાર્થીનું પરિણામ ૭૦ ટકા અને વિદ્યાર્થીનીનું પરિણામ ૮૫ ટકા

- રીપીટર વિદ્યાર્થીનું પરિણામ ૨૨ ટકા અને વિદ્યાર્થીનીનું પરિણામ ૩૨ ટકા

- ખાનગી વિદ્યાર્થીનું પરિણામ ૧૯ ટકા અને વિદ્યાર્થીનીનું પરિણામ ૩૫ ટકા

- અંગ્રેજી માધ્યમનુ પરિણામ ૭૨ ટકા આવશે ગત વર્ષ કરતા ઘટશે

- ગુજરાતી માધ્યમનું પરિણામ ૫૭ ટકા આવશે ગત વર્ષ કરતા વધશે

- ૧૦ ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૧૧૦ થશે ઘટશે

- એક વિષયમાં નાપાસ થનારની સંખ્યા ૬૦,૦૦૦ હશે. ગત વર્ષ કરતા વધશે

- ૨૦૧૬-૨૦૧૭ કરતા એ-વન, એ-ટુ, બી-વન, બી-ટુ, સી-વન ગ્રેડ મેળવનારની સંખ્યા વધશે.

- ૨૦૧૬-૨૦૧૭ કરતા સી-ટુ, ડી ગ્રેડ મેળવનારની સંખ્યા ઘટશે. (૨-૨૦)

(4:08 pm IST)