રાજકોટ
News of Wednesday, 30th May 2018

કોઠારીયા રોડ પર વર્ષો જુનો પ્રશ્ન ઉકેલાયોઃ નવી પાઇપ લાઇન નખાશે

કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહની સફળ રજૂઆત

રાજકોટ તા. ૩૦ :.. શહેરના વોર્ડ નં. ૧૭ માં આવેલ વિસ્તાર આનંદનગર શુભમ સ્કુલથી ઓમ વિદ્યાલય સુધી ચોમાસા દરમ્યાન લોકોને વધુ મુશ્કેલી થતી બહાર પણ ન નીકળી શકતા તથા લોકોના ઘરમાં પાણી ભરાઇ જતા હોવાથી વોર્ડના જાગૃત કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા કમીશ્નર બંછાનીધિ પાનીને ઉગ્ર રજૂઆત કરી ચોમાસા પર્વે પાઇપ લાઇન કામ મંજૂર કરાવેલ છે.

તમામ વિસ્તારમાં નવી પાઇપ લાઇન નાખવામાં આવશે. સુભાષનગર, ન્યુ સુભાષનગર મોરારીનગર, અયોધ્યા સોસાયટી, બાબરીયા મેઇન રોડ, ભારતીનગર મેઇન ખોડીયાર સોસા. અર્જુન પાર્ક મેઇન વધુમાં કોર્પોરેટરની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ તે સમયે કમિશ્નરશ્રીએ તથા તમામ અધિકારીશ્રી રૂબરૂ સ્થળ મુલાકાત કરાવી લોકોને પડતી હાલાકીની રજૂઆત કરી આ નવી પાઇપ લાઇન નાખવાનું કામ મંજૂર કરાવેલ છે. કામ મંજૂર થતા આ તમામ સોસાયટી હર્ષની લાગણી ફેલાઇ છે. કોંગી કોર્પોરેટર  ઘનશ્યામસિંહની રજૂઆતને સફળતા મળી હતી.

(4:05 pm IST)