રાજકોટ
News of Wednesday, 30th May 2018

અમૃત ક્રેડીટ સોસાયટી દ્વારા પાંચ શખ્સો સામે અદાલતમાં ફરીયાદ

ચડત લોનના હપ્તા પેટે આપેલ ૪૯ લાખના ચેક રિટર્ન થતાં

રાજકોટ, તા. ૩૦ :  રાજકોટ લક્ષ્મીનગર પી.જી.વી.એલ. નાના મૌવા રોડ, ખાતે આવેલ શ્રી અમૃત ક્રેડીટ કો.-ઓપ. સોસાયટી લી.એ અલગ અલગ વ્યકિતઓને મોર્ગેજ લોન નીતિ નિયમ મુજબ પુરી પાડેલ હતી. જે લોનના ચડત હપ્તા પેટે (૧) વિજયસિંહ ભાવસિંહ નકૂમ, રૂ. ૧૦,૦પ,૦૦૦-૦૦ તથા (ર) નટવરસિંહ ભાવસિંહ નકૂમ, રૂ. ૧૧,પ૦,૦૦૦-૦૦ (૩) દિલીપભાઇ મહેશભાઇ ત્રિવેદો રૂ. ૧૦,૧પ,૦૦૦-૦૦ (૪) ગણપતભાઇ શાંતિલાલ આમેટા ૮,૯ર,૦૦૦-૦૦ અને (પ) મહેશભાઇ મણીલાલ ત્રિવેદી ૭,પ૮,૦૦૦-૦૦ ના ચેકો ચડત લોનના હપ્તા પેટે આપેલ હતા. તેમ અલગ અલગ વ્યકિતઓના થઇને અંદાજીત ૪૯ લાખના ચેકો ઉપર વિગતે આપતી સમયે તમામ વ્યકિતએ જણાવેલ હતું કે, આ ચેક તમારા ખાતામાં વટાવવા નાખશો તો વટાવાઇ જશે અને તમોને લોનના ચડત હપ્તા મળી જશે તેવું પાકુ વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ હતી. તેથી ફરીયાદી અમૃત ક્રેડીટ કો.ઓપ.સો. વતી તેમના મેનેજર ચેક સ્વીકારેલ અને બેન્કમાં વટાવવા ખાતા તમામ ચેકો રીટર્ન થયેલ ત્યારબાદ મેનેજર સતીષભાઇ પરસોત્તમભાઇ પાંભરને મળેલ સતા અને અધિકારની રૂએ તેઓએ રાજકોટની એડી. ચીફ. જયુ. મેજી. સમક્ષ નેગો. ઇસ્ટુમેન્ટ હેઠળ ફરીયાદ ગુજારતા એડી.ચીફ. જયુ. મેજી.  સમક્ષ ફરીયાદી ગુજારેલ હતી. જેમાં કોર્ટએ ફરીયાદ તથા રજૂ રાખેલ દસ્તાવેજો ધ્યાને લઇને નેગો ઇસ્યુ. એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરવાનો હુકમ ફરમાવેલ અને  તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમ ફરમાવેલ છે.

ફરીયાદી તરીકે અમૃત ક્રેડીટ કો.ઓપ. સોસાયટી તરફે એડવોકેટ શ્રી સંજયભાઇ પંડયા, મનિષ એચ. પંડયા નિશેલ, ગણાત્રા, રવિભાઇ ધ્રુવ તેમજ ઇરશાદ શેરસીયા રોકાયા હતા.

(4:01 pm IST)