રાજકોટ
News of Wednesday, 30th May 2018

નાગરિક બેન્ક સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ અટકાવવા પ્રમુખની રજૂઆત

રાજકોટ, તા. ૩૦ : શહેરના નિર્મલા રોડ પર આવેલ નાગરિક બેન્ક હાઉસીંગ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ થઇ રહ્યું હોય તેને અટકાવવા સોસાયટીના પ્રમુખ સહીતના હોદે્દારોએ મ્યુ. કમિશ્નરને લેખીત રજૂઆત કરી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે નાગરિક બેંક સોસાયટીના પ્લોટ નં. ૪ર-બી,માં જે બાંધકામ થઇ રહેલ છે તે સોસાયટી દ્વારા આપવામાં આવેલ એન.ઓ.સી. ત્થા મંજુર થયેલ પ્લાન રજા ચીઠ્ઠી નંબર પ૩૯/તા. ર૯-૮-૧૭ના નિયમ વિરૂદ્ધ ચાલી રહ્યું છે. આથી આ અંગે તાત્કાલીન યોગ્ય પગલા લઇ કાર્યવાહી કરવા રજૂઆતમાં માંગ ઉઠાવાઇ છે. આ ઉપરાંત આ રજૂઆત સાથે ટાઉન પ્લાનીંગ વિભાગે ગેરકાયદે બાંધકામ અંગે આપેલ નોટીસ પણ આધાર-પુરાવા રજૂ કરી અને આ ગેરકાયદે બાંધકામ અંગે રજૂઆત કરી હતી.

(4:00 pm IST)