રાજકોટ
News of Wednesday, 30th May 2018

વંદેમાતરમ્ વિદ્યામંદિરનો વટ, ધો.૧૦માં પરિણામ ૯૩.૫૪ ટકા

મહેનત ઇતની ખામોશી સે કી, સફલતાને શોર મચા દિયા...

વંદેમાતરમ વિદ્યા મંદિરની ધો.૧૦ની તેજસ્વીૅ વિદ્યાર્થીને શાળા સંચાલક ડો. શાંતિલાલ વીરડિયા(મો. ૯૮૭૯૫૨૦૪૨૫)એ પરિણામપત્ર સાથે શુભેચ્છા પાઠવેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા.૩૦: શહેરમાં વર્ષ ૨૦૦૧થી સ્થપાયેલ '' કર્મયોગી એજકેશનલ ઝોન'' ન્યુ માયાણીનગર, મવડી પ્લોટ, રાજકોટ ખાતે આવેલ સંકુલમાં આજે પ્લેહાઉસ થી પી.જી. સુધીના અભ્યાસક્રમની સુવિધાઓ ઉપલબ્ધ છે. માર્ચ-૨૦૧૮નું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-૧૦ની પરીક્ષામાં વંદેમાતરમ્ વિદ્યામંદિરનું ઝળહળતુંૅ પરિણામ આવેલ છે. આ પરિણામથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં આનંદનું મોજું ફળી વળેલ છે. શાળાના સંચાલક ડો. શાંતિલાલ વિરડીયા તથા સેક્રેટરી ગીતાબેનના માર્ગદર્શન હેઠળ સર્વે શિક્ષકોએ કરાવેલ અથાગ મહેનતના ભાગરૂપે શાળાનું ધો.૧૦ પરિણામ ૯૩.૫૪ ટકા આવેલ છે. વાલીઓના મુખથી શબ્દો સરી પડયા કે અમે અમારા ભૂલકાંને નાના ધોરણથી જ દાખલ કરી મજબૂત પાયો બનવાથી ધોરણ-૧૦ બોર્ડમાં સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકયા છીએ

સરકારે નિર્ધારિત કરેલ ફી પણ ઓછી ફી લેવામાં આવે છે અને દર વર્ષ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ૪૦ થી ૫૦ ટકા ફી માફી આપવામાં આવે છે. ડો. વિરડીયા સતત માર્ગદર્શન નીચે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી એ સુત્રે સાર્થક કરી બતાવ્યું છે. ધોરણ-૧૦ પછી શું? અને ધોરણ-૧૨ પછી શું? આ કારકિદી માર્ગદર્શન પુરંુ પાડયું. ઉચ્ચ ગુણાંકે સફળતા મેળવનાર વિદ્યાથીઓમાં સર્વ પ્રથમ પરમાર ધાર્મી-૯૯.૫૬, આચાર્ય દ્રષ્ટિ-૯૯.૪૬, પંડયા શ્રુતિ-૯૮-૮૭, જાડેજા શકિતરાજ-૯૭.૧૫, લીંબાસીયા અવની- ૯૬.૨૮, ટીલાળા કિશન-૯૫.૯૨, પંડયા ધ્રુવિ- ૯૫.૭૪, બારેયા મિતાલી-૯૪.૩૨, ગોહેલ નીરજ-૯૩.૮૬, રાણપરીયા અમિષા-૯૨.૬૨, સોલંકી જય-૯૨.૬૨, ચિત્રોડા સ્મિત- ૯૨.૬૨, ગુપ્તા સંતોષ-૯૨.૨૨, સહાની જયોતિ- ૯૧.૯૫ અને ધામેલિયા ધવલ- ૯૧.૮૧ પી.આર. મેળવેલ છે. સર્વે ઉતીર્ણ થનાર વિદ્યાર્થીને શાળા સંચાલકશ્રી વિરડીયા સાહેબે અભિનંદન આપેલ છે અને ઉચ્ચ અભ્યાસ માટેની શુભેચ્છાઓ તેમજ માતા-પિતા, કુટુંબ તથા શાળાનું નામ રોશન કરતા રહે તેવી શુભેચ્છા સહ અભિનંદન પાઠવેલ છે.

(3:53 pm IST)