રાજકોટ
News of Wednesday, 30th May 2018

થોરાળા પોલીસની ધોંસઃ બે દરોડામાં ૫૫ હજારનો વિદેશી દારૂ જપ્ત કરાયો

ગંજીવાડાના મુકેશ સાબરીયાના મકાનમાંથી ૪૩ હજારનો દારૂ કબ્જેઃ પરાગ બાવળીયાને રિક્ષામાં ૧૨૬૦૦ના દારૂ સાથે પકડી લેવાયો

રાજકોટઃ થોરાળા પોલીસે દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી છે. ગંજીવાડા-૩૩માં રહેતાં મુકેશ સામતભાઇ સાબરીયાના મકાનમાં દરોડો પાડી રૂ. ૪૩ હજારનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. જ્યારે આજે ચુનારાવાડ ચોકમાંથી રિક્ષા નં. જીજે૩એયુ-૧૨૦૦માં ૧૨૬૦૦નો દારૂ રાખીને નીકળેલા પરાગ વિજયભાઇ બાવળીયા (કોળી) (ઉ.૨૧-રહે. ચુનારાવાડ-૨)ને પકડી લેવાયો હતો. પુછતાછમાં તે આ દારૂ ચુનારાવાડની નિતા લીલાભાઇ ટાંક પાસેથી લાવ્યાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પી.આઇ. બી. પી. સોનારાની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. કોટવાલ, એએસઆઇ ડી. કે. ડાંગર, કોન્સ. મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર, વિજયભાઇ મેતા, વિજયભાઇ મકવાણા, રોહિતભાઇ કછોટ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વિજય મેતા, રોહિત કછોટ અને નિશાંત પરમાર તથા મહેશ મંઢની બાતમી પરથી આ બંને દરોડા પાડવામાં આવ્યા હતાં.

(3:52 pm IST)