રાજકોટ
News of Wednesday, 30th May 2018

ગાંધીગ્રામ પોલીસે ઉકા કોળીને ચોરાઉ કાર સાથે પકડ્યો

રાજકોટ તા. ૩૦: ગાંધીગ્રામ પોલીસે માધાપર ચોકડીથી મોરબી રોડ બાયપાસ પાસે એડીબી હોટેલ સામેની સાઇડથી શંકાસ્પદ જણાતી મરૂન રંગની વેગનઆર સાથે રસિક ઉર્ફ ઉકો જસમતભાઇ મકવાણા (કોળી) (ઉ.૨૬-રહે. ભાવનગર રોડ, મનહરપરા)ને પકડી લીધો હતો. ૧ લાખની આ કાર અમદાવાદથી ચોરાઇ હતી.  રસિક પાસેની આ કાર ચોરાઉ હોવાનું ખુલતાં વિશેષ તપાસ થઇ રહી છે. રસિક કાર કયાંથી લાવ્યો? તે અંગે તપાસ થઇ રહી છે. ઇન્ચાર્જ એમ. ડી. ચંદ્રવાડીયાની રાહબરીમાં પીએસઆઇ જી.એન. વાઘેલા, કોન્સ. યુવરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, વનરાજભાઇ લાવડીયા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે પીએસઆઇ વાઘેલા, યુવરાજસિંહ અને દિવ્યરાજસિંહની બાતમી પરથી આ કાર્યવાહી થઇ હતી.

(3:51 pm IST)