રાજકોટ
News of Wednesday, 30th May 2018

રવિવારે દેશળ દેવ યુવા ટ્રસ્‍ટ દ્વારા ખવાસ રજપૂત વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર

ધો.૧૦ અને ધો.૧૨ પછી શું? આ અંગે તજજ્ઞો માર્ગદર્શન આપશેઃ નિઃશુલ્‍ક ચોપડા-નોટબુક વિતરણ

રાજકોટ, તા. ૩૦ : શ્રી દેશળ દેવ યુવા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ, સૌરાષ્‍ટ્ર વસતા સમસ્‍ત ખવાસ ગુજરાત જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે આવતા રવિવારે તા.૩ જૂનના રોજ સવારે ૧૦ થી ૧, શ્રી દેશળ દેવ હોલ, ૧/૩ શ્‍યામનગર, રાજનગર ચોક પાસે, નાના મવા મેઈન રોડ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર જેમાં ધો.૧૦ અને ધો.૧૨ પછી શું? આ વિષય ઉપર વિશેષ સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે યુપીએસસી, જીપીએસસી, સ્‍ટાફ સિલેકશન, ગૌણ સેવા આયોગ જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી અંગે પણ સંપૂર્ણ માર્ગદર્શન આ સેમીનારમાં મળી રહેશે. આ સેમીનારમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરાવતા તજજ્ઞો વાલી - વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપશે.

સમસ્‍ત ખવાસ રજપૂત જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ - બહેનોને નિઃશુલ્‍ક ફુલસ્‍કેપ ચોપડા તથા નોટબુક વિતરણ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમમાં હરીવંદના કોલેજ પરીવારના ડો.મહેશભાઈ ચૌહાણ તથા સર્વેશ્વરભાઈ ચૌહાણનો સહયોગ સાંપડયો છે. સમસ્‍ત ખવાસ રજપૂત જ્ઞાતિના વાલી - વિદ્યાર્થીઓને ઉપસ્‍થિત રહેવા કાનાભાઈ ચૌહાણ મો.૮૪૦૯૨ ૦૦૮૦૦ની યાદીમાં જણાવાયુ છે.

(2:39 pm IST)