રાજકોટ
News of Wednesday, 30th May 2018

CBSE: રાજકોટનો યામી પટેલ ઝળકી ઉઠયો : ૯ર.પ ટકા સાથે મોખરે

રાજકોટ, તા. ૩૦ :  ધો. ૧૦ના સીબીએસઇના પરિણામમૌં રાજકોટની દિલ્‍હી પબ્‍લીક સ્‍કુલના યામી પારલભાઇ પટેલે ૯ર.પ ટકા મેળવી મેદાન મારી લીધુ છે. સ્‍ુકલ લેવલે તે બીજી નંબરે હોવાનું ઉમેરાયું હતું.

રાજકોટના શેરબજારમાં નિષ્‍ણાંત ગણાતા પારલ પટેલ અને માતા સેજલબેનના પુત્ર  યામી પટેલે અંગ્રેજીમાં -૯૪, હિન્‍દી કોર્સ-૮માં ૯૩, ગણિતમાં -૯૭, સાયન્‍સમાં -૯પ અને સોશ્‍યલ સાયન્‍સમાં ૮૩ માકેસ મેળવ્‍યા છે.

યામી પટેલ ભાજપના અગ્રણી અને શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ ચેરમેન શ્રી ઠાકરશીભાઇ પટેલના પૌત્ર થાય છે, યામી પટેલ ઉપર સ્‍કુલના પ્રિન્‍સીપાલ-શિક્ષકો-સમા વહાલઓએ અમિનંદનનો વરસાદ વરસાવ્‍યો હતો. મો. નં. ૯૮ર૮ર ૦૧૧૦૬.

(2:38 pm IST)