રાજકોટ
News of Wednesday, 30th May 2018

શું તમારા પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ કપાય છે?

શું તમને છે કે પ્રોવિડન્ટ ફંડની કુલ જમા રકમ ઉપરાંત રૂ.૨.૫૦ થી રૂ.૬.૦૦નું વિમાનું કવચ છે? : કોઈપણ કર્મચારીની નોકરી ચાલુ હોય તે દરમિયાન કોઈપણ સંજોગોમાં તેમનું મૃત્યુ થાય તો જીવન વિમાની રકમ મળે છે, મૃત્યુ નોકરીના સ્થળે અથવા એકસીડન્ટ કે કુદરતી અવસાન પણ હોય તો પણ વિમાની રકમ મળે છે

પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવતી વ્યકિતઓને ખબર છે કે તેઓના પ્રોવિડન્ટ રકમમાંથી જીવન - વિમો લેવાય છે? અને તેઓની નોકરી ચાલુ છે. રીટાયર્ડ થયેલ નથી તે દરમિયાન કોઈપણ સંજોગોમાં તેમનું કુદરતી કે અકાળે અવસાન થાય તો તેમના વારસદાર કુટુંબીજનોને રૂ.૨.૫૦ લાખથી રૂ. ૬ લાખ સુધી જીવન વિમાની રકમ મળે છે?

આમ નોકરી કરતી તથા પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવતી વ્યકિતનું નોકરી દરમિયાન ઓફીસમાં - કારખાનામાં કે ઘેર પણ અવસાન થાય તો તેમણે પ્રોવિડન્ટ ખાતામાં નિમણુંક કરેલ. તેમના નોમીની - એટલે કે વારસદારને પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલ રકમ ઉપરાંત વિમાની રૂ. ૬ લાખ સુધી રકમ પ્રાપ્ત થાય છે.

સામાન્ય રીતે નોકરીયાત વ્યકિતઓને તેટલી જાણ હોય છે કે તેમના પ્રોવિડન્ટની રકમ વ્યાજ સાથે રીટાયર્ડ થયે જ મળશે. અથવા તેમના વારસદારોને પ્રોવિડન્ટની રકમ મળશે. પરંતુ જીવન - વિમાની રકમ તેમની નોકરી ચાલુ હોય તેમના નિયમીત દર મહિને પ્રોવિડન્ટ કપાવતા હોય તેઓને જમા રકમ ઉપરાંત જીવન વિમાની રકમ પણ મળે છે.

ઘણા પ્રાઈવેટ સેકટરમાં કર્મચારીઓની પ્રોવિડન્ટ રકમ માલિક દ્વારા કાપવામાં આવે છે. પરંતુ તેઓ કર્મચારીનો ફાળો તેમના માલિકનો ફાળો પ્રોવિડન્ટ ખાતામાં જમા કરતા નથી અથવા ભૂલી જાય છે. આવા સંજોગોમાં દરેક કર્મચારીઓએ દર વર્ષે પોતાના પ્રોવિડન્ટ સરકારી ઓફીસમાંથી કુલ કેટલુ બેલેન્સ છે. તેની સ્લીપ - સ્ટેટમેન્ટ મેળવીને સાચવવુ ખાસ જરૂરી છે. જેથી તેમને ખ્યાલ રહે કે તેમના માલિકે પ્રોવિડન્ટ રકમનો ફાળો જમા કરેલ છે કે નહિં? જો ન કરાવેલ હોય તો પ્રોવિડન્ટ સરકારી ઓફીસમાં પણ જાણ કરી શકે છે. આમ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપતા તમામ કર્મચારીઓને લાભ કર્તા રહે છે.

આમ કોઈપણ વ્યકિત સરકારી, અર્ધ સરકારી, સ્થાનિક સરકારી અથવા સરકારી કોર્પોરેશન અને ૨૦ કરતા વધુ કર્મચારી ધરાવતી કોઈપણ કંપની - ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતી વ્યકિતઓને તેમના પગારમા઼થી પ્રોવિડન્ટ ફંડ કપાય છે. જે સામાન્ય રીતે ૧૨% થી ૧૨.૫% પગારની રકમના હોય છે. માલિક દ્વારા જમા કરવામાં આવતી રકમમમાંથી ૮.૩૩% રકમ પેન્શન ફંડમાં જમા થાય છે. જયારે ૩.૬૦% પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપનારના પ્રોવિડન્ટ ફંડની જમા થતી રકમમાંથી માલિકો દ્વારા આપવામાં આવતા ફાળામાંથી ૦.૫ ટકા એટલે કે અડધો ટકાની રકમ જીવન વિમાના પ્રિમીયમ તરીકે ઉપયોગમાં લેવાય છે.

પ્રોવિડન્ટ ફંડમાં જમા કરતી દરેક વ્યકિતનો તેઓ જયા સુધી નોકરી કરે છે તેમજ પ્રોવિડન્ટ ફંડમાં રકમ ભરે છે. તેઓનો ''કર્મચારી ડિપોઝીટ લિન્ક ઈન્સ્યુરન્સ સ્કીમ''માં ૦.૫% ફાળો આવતો હોવાથી તેમના જીંદગીનો વિમો રૂ.૨.૫૦ લાખથી રૂ.૬ લાખ સુધીનો લેવાય જાય છે. કર્મચારીની નોકરી ચાલુ હોય અને પ્રોવિડન્ટ ફંડ દર મહિને ભરતા હોય તેઓને આ વિમાની સવલત મળે છે. જેથી કોઈપણ કર્મચારીનું કોઈપણ સંજોગોમાં અવસાન થાય તો તેમના વંશ - વારસો એટલે કે પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં ''નોમીની'' વારસદારનું જે નામ તેમણે નિમણુંક કરી હોય તેમને તે રકમ મળે છે. તે ઉપરાંત વિમાની રકમ પણ મળે છે.

પ્રોવિડન્ટ ખાતામાં જેટલી રકમ વધુ હોય તેટલો તેને વિમો ઉંચો મળે છે. તેથી નોકરી બદલતા રહેતા કર્મચારીઓએ જૂની જયા નોકરી કરતા હોય તે પ્રોવિડન્ટ ખાતુ બંધ કરી પૈસા ઉપાડી ન લેવા જોઈએ. પરંતુ તે ખાતુ નવી નોકરીમાં નોંધાવી ત્યાંથી સતત પ્રોવિડન્ટ ભરવો હીતકારક છે. તેવી જ રીતે પ્રોવિડન્ટ ખાતામાંથી જરૂરીયાત ન હોય તો કર્મચારીએ ઉપાડ પણ ઓછો કરવો જેથી તેમાં વધુને વધુ રકમ જમા થાય અને જીવન વિમાની રકમ પણ વધુ મળે.(૩૭.૩)

:: આલેખન :: નીતિન કામદાર

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, રાજકોટ મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮

(1:02 pm IST)