રાજકોટ
News of Wednesday, 30th May 2018

સૂર્યનગરમા એપાર્ટમેન્ટમાં 'લીફટ કેમ ન રોકી કહી' બીનાબેન જોષી પર ત્રણ શખ્સોનો હુમલો

એપાર્ટમેન્ટના બીજામાળે રહેતા રીનાબેન, કમલેશ અને તેના મહેમાન વીપુલ ટાંક સામે ગુનો

રાજકોટ, તા.૩૦ : સૂર્યનગરમાં આવેલા દેવ નિષ્ટા એપાર્ટમેન્ટમાં લીફટ કેમ ન રોકી તેમ કહી વિપ્ર મહિલાને બીજા માળે રહેતી મહિલા સહિત ત્રણ શખ્સોએ માર માર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સૂર્યનગર શેરી નં.૪ બંધ શેરીમાં આવેલા દેવ નીષ્ટા એપાર્ટમેન્ટમાં ચોથા માળે ફલેટ નં. ૪૦૩માં રહેતા બીનાબેન હરીશચંદ્રભાઇ જોષી (ઉ.વ.૪૧) ગઇકાલે એપાર્ટમેન્ટમાં લીફટમાં ઉતરતા હતા ત્યારે બીજા માળે રહેતા રીનાબેન રાઠોડ, કમલેશ રાઠોડ તથા મહેમાન તરીકે આવેલા વિપુલ ટાંકે લીફટમાં જવા બાબતે માથાકુટ કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે માલવીયાનગર પોલીસે બીનાબેન જોષીની ફરિયાદ દાખલ કરી એએસઆઇ ગૌતમભાઇએ તપાસ હાથ ધરી છે. (૨૩.પ)

(12:07 pm IST)