રાજકોટ
News of Wednesday, 30th May 2018

ઘટના સ્થળે ગંજીપાના અને લોહીના ધાબા...પૈસા કોને, શેના, કોની પાસે લેવાના હતાં? તે અંગે રહસ્ય

હત્યા જ્યાં થઇ તે માધવ રેસિડેન્સીના ગેઇટ નજીક રાત્રે પોલીસ તપાસાર્થે પહોંચી ત્યારે લોહીના ધાબા અને ગંજીપાના જોવા  મળ્યા હતાં. હાર્દિકે હુમલા બાદ પિતાને એવું કહ્યું હતું કે પૈસા બાબતે ગોવિંદ અને રાહુલ સાથે માથાકુટ થઇ છે...જો કે આ પૈસા શેના? કોણ-કોની પાસે માંગતું હતું તે રહસ્ય આરોપીઓ પકડાયા બાદ ખુલશે.

(12:02 pm IST)