રાજકોટ
News of Wednesday, 30th May 2018

સુરેશ ઓગાણજા-ગુણવંત ઓગાણજા બંધુઓની અભૂતપૂર્વ વિકાસ ગાથા : પટેલ કોમ્પ્યુટર્સ : ર૮મા વર્ષમાં પ્રવેશ

માત્ર ર કોમ્પ્યુટરથી પ્રારંભ થયેલ પટેલ કોમ્પ્યુટર્સ આજે ઘેઘુર વડલો બન્યો... : રાજકોટમાં ૮ સેન્ટરો અને ગુજરાતમાં ૩૦ ફ્રેન્ચાઇઝી સાથે પટેલ કોમ્પ્યુટર્સનો વાવટો લ્હેરાય છે : ર૮મી વર્ષગાંઠે આર્થિક પછાત ર૮ બહેનોને દત્તક લઇ ૧ વર્ષનો કોર્ષ કરાવી જોબ પર લાગી જાય તેવું પ્રેરણાદાયી આયોજન : ૨૮મા વર્ષની ઉજવણી પ્રસંગે ૨૭ મહિનામાં ૨૭ સમાજોપયોગી પ્રવૃતિ દ્વારા અનોખી ઉજવણી કરાશે : હવે ડીજીટલ માર્કેટીંગ ક્ષેત્રે આગવો સોફટવેર તૈયાર કરવાની દિશામાં આગેકૂચ

૧૯૯૧માં પટેલ બંધુઓ સુરેશ ઓગાણજા અને ગુણવંત ઓગાણજા કોમ્પ્યુટર એંજીનીયર બન્યા બાદ રાજકોટ સોૈરાષ્ટ્રમાં કોમ્પ્યુટર શિક્ષણ ક્ષેત્રના પ્રણેતા બન્યા છે.

પટેલ કોમ્પ્યુટર્સના સુરેશ ઓગાણજા પાયાના પત્થર સમા શ્રી ગુણવંત આગાણજા એ જણાવેલ કે, ૨૮/૦૫/૧૯૯૧માં કોમ્પ્યુટરમાં એન્જી. કર્યા બાદ ભુતખાના ચોકમાં બે કોમ્પ્યુટર સાથે કોમ્પ્યુટર શિક્ષણ આપવાનો  પ્રારંભ કર્યો હતો. અને હવે આગામી  સમયમાં ડિઝિટલ માર્કેટીંગ ક્ષેત્રમાં નિષ્ણાંત કર્મચારીઓ તથા તેને લગતો સોફટવેર તૈયાર કરવાની ઇચ્છા અને જોમથી આત્મવિશ્વાસથી તરવરતા પટેલ બંધુઓએ વ્યકત કરેલ હતી.

જ્ઞાનરૂપી પ્રકાશને ફેલાવી અજ્ઞાનરૂપી અંધકારને દુર કરી અસંખ્ય વિદ્યાર્થીઓની કારકિર્દીને ઘડવામાં સહભાગી થનાર કોમ્પ્યુટરના શિક્ષણ ક્ષેત્રના પ્રણેતા (પાયોનિયર) સમાન ગણાતી સંસ્થા 'પટેલ કોમ્પ્યુટર્સ' ને અમદાવાદમાં કોમ્પ્યુટર એજયુકેશન એસોસીએશન ગુજરાત દ્વારા એવોર્ડ શ્રી પટેલ કોમ્પ્યુટર્સના ડાયરેકટર શ્રી સુરેશ ઓગાણજા તથા શ્રી ગુણવંત ઓગાણજા ને અમદાવાદમાં આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ ગુજરાતભરમાંથી એક માત્ર કોમ્પ્યુટર એજયુકેશન આપતી અને ગુજરાતની નં. ૧ ''પટેલ કોમ્પ્યુટર્સ''ને આપવામાં આવ્યો છે.

બીજા ઘણા એવોર્ડસ સર્ટીફિકેટ સોૈરાષ્ટ્ર-કચ્છની જાણીતી સંસ્થાઓ જેવી કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, સરગમ કલબ, રાજકોટ સીટી કલબ, કલર યુવી, ઇન્ડિયન લાયન્સ કલબ, ઉમિયા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી ઉમિયા પદયાત્રીક ચેરીટેબલ ટ્રસ્ટ, ફેન્ડસ કલબ, દિકરાનું ઘર, વિવેકાનંદ યુથ કલબ, શિવસેના, જય સ્કૂલ, જીનીયસ સ્કૂલ, વિવેકાનંદ સ્કૂલ, ગારડી કોેલેજ, આર.પી. ભાલોડીયા કોલેજ, માતૃમંદિર કોલેજ, અર્પિત એન્જીનીયરીંગ કોલેજ, સાબવા એન્જીનીયરીંગ કોલેજ-બોટાદ, કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન, ઉમિયા માતાજી મંદિર સિદસર, કરૂણા ફાઉન્ડેશન, ઉમિયા સ્પોર્ટ કલબ, સુરક્ષા સેતુ સોસાયટી, શ્રી કડવા પટેલ સોશ્યલ કલબ, યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ, પ્રેયશા પ્રેરન્ટર્સ એસોસીએશન, ભરાડ સ્કૂલ, ચમત્કારી હનુમાન ગ્રુપ, શકિત સ્કૂલ, જનસેવા, પછાળ વિકાસ ટ્રસ્ટ, પંચશીલ સ્કુલ વગેરે જેવી અનેક સંસ્થાઓ તરફથી ઓગાણજા બંધુઓ(પટેલ કોમ્પ્યુટર્સ) ને મળેલ છે.

આજથી અઢી દાયકા પહેલા એટલે કે લગભગ ર૭ વર્ષ પહેલા ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીનું ક્ષેત્ર ભણવા માટે ખૂબ જ મુશ્કેલ ગણાતુ હતું. વિદ્યાર્થીઓ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ દિશામાં કારકીર્દી બનાવાની તીવ્ર ઇચ્છા ધરાવતા હોવા છતાં સૌરાષ્ટ્રમાં આઇટી ક્ષેત્રે વ્યવસ્થીત તાલીમ આપતી સંસ્થા ઉપલબ્ધ નહોતી. વિદ્યાર્થીઓને ગુજરાતમાં અમદાવાદ તેમજ ગુજરાત બહાર અન્ય સ્થળોએ જવુ પડતું હતું.

આવા સંજોગોમાં વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં કારકીર્દી પડતી પારાવાર મુશ્કેલીઓને ધ્યાનમાં લઇને સુરેશભાઇ અને ગુણવંતભાઇ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ગુણવતાસભર શિક્ષણને પણ એકદમ વ્યાજબી ફીમાં પુરૂ પાડવાના આશયથી અને ખાસ તો વિદ્યાર્થીઓને આ શિક્ષણ લીધા બાદ પગભર કરવાના મક્કમ અને શુભ આશયથી 'પટેલ કોમ્પ્યુટર્સ' ની પહેલી શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વ્યાજબી ફી, અનુભવી  અને નિષ્ણાંતો દ્વારા શિક્ષણ, સંપૂર્ણ પ્રેકટીકલ તાલીમ, સરળ હપ્તમાં ફીની ચુકવણી તેમજ કોર્ષ પુર્ણ કર્યા બાદ નોકરીની સશવિતા અનેક સુવિધાઓને કારણે 'પટેલ કોમ્પ્યુટર્સ' દિન પ્રતિદિન વિદ્યાર્થીઓમાં અતિ લોકપ્રીય બન્યુ અને શરૂ થઇ વિકાસની એક અવીરત યાત્રા જે આજે બરાબર ર૮ વર્ષ પછી પણ વણથંભી ચાલુ જ છે. એમ સામાન્ય કલાસીસથી શરૂ થયેલ આ વિકાસની યાત્રામાં આજે રાજકોટ માં જ ૮ સેન્ટરો તેમજ સમગ્ર ગુજરાતમાં ૩૦ થી વધુ ફ્રેંચાઇઝી સેન્ટર દ્વારા હજારો વિદ્યાર્થીઓને વ્યવસાય લક્ષી કોમ્પ્યુટરનું શિક્ષણ આપીને તેમને સ્વરોજગારી-નોકરી મેળવામાં 'પટેલ કોમ્પ્યુટર્સ' મદદ રૂપ બન્યું છે.

ર૮ વર્ષની કાર્યરત સરકાર માન્ય સંસ્થા તેમજ આઇએસઓ ૯૦૦૧,: ર૦૧પ નો દરજજો ધરાવતા 'પટેલ કોમ્પ્યુટર્સ'માં એમ. એસ. ઓફીસ, ડી. ટી. પી, 'કોમ્પ્યુટર એકાઉન્ટીંગ, વેબ ડીઝાઇનીંગ, સીસીસી, સીસીસી+', સી. પ્રોગામીંગ, સી+,  પ્રોગ્રામીંગ, સીએનસી પ્રોગ્રામીંગ, વીબી વગેરે તથા સ્પોકન ઇગ્લીશ જેવા ટૂંકાગાળાના (એક માસથી માંડીને ત્રણ માસ સુધીના) તેમજ છ મહીના કોમ્પ્યુટર એકાઉન્ટ એકઝીકયુટીવ, ઓફીસ એકઝીકયુટીવ તેમજ એક વર્ષના કોમ્પ્યુટર હાર્ડવેર-નેટવર્કીંગ, સર્ટીફીકેટ કોમ્પ્યુટર ટીચર ટ્રેનીંગ કોર્ષીસ, મલ્ટી મીડીયા પ્રોફેશનલ જેવા લાંબા ગાળાના કોર્ષીસ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ભારત સરકાર માન્ય ડીપ્લોમાં અભ્યાસક્રમો, ઓફીસ, એકઝીકયુટીવ કોર્ષ, એકાઉન્ટ એકઝીકયુટીવકોર્ષ, ગ્રાફીક ડીઝાઇન, ઇન્ટીરીયર ડીઝાઇન, મોબાઇલ હાર્ડવેર, -સોફટવેર રીપેરીંગ સીસી ટીવી કેમેરા ઇન્સ્ટોલેશન તેમજ સ્પોકન ઇંગ્લીશ વગેરેના કલાસીસ દ્વારા વિદ્યાર્થીએ તેમની રસ, રૂચી અને પસંદગી મુજબના કોર્ષીસ દ્વારા યોગ્ય કારકીર્દી ઘડવામાં સહાયરૂપ બનાવવામાં આવે છે.

વિદ્યાર્થી કોર્ષમાં પ્રવેશ મેળવે ત્યારથી જ વ્યકિતગત રીતે જ તેની ઉપર પુરતુ ધ્યાન આપીને તેની ખુબી, ખામીઓને સમજીને તે મુજબ જ શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેથી કોર્ષના સમયગાળા દરમિયાન જ વિદ્યાર્થીનું ટેકનીકલ કે કોમ્પ્યુટરનું શિક્ષણ તો પ્રબળ બને છે. પરંતુ સાથોસાથ તેને અંગ્રેજીનુ જ્ઞાન ઇન્ટરવ્યુ માટેનું ટેકનીકસ, પર્સનાલીટી ડેવલોપમેન્ટ વગેરે જેવી વધારાની બાબતો જે આગળ જતા નોકરી મેળવવામાં ખૂબ જ ઉપયોગી બને છે. તેનું પણ પુરતુ જ્ઞાન અને માહિતી આપવામાં આવે છે. અને તેથી 'પટેલ કોમ્પ્યુટર્સ' માં શરતો ને આધીન રહીને ૧૦૦ ટકા નોકરીની સરાહના આપવામાં આવે છે. આજે ર૮ વર્ષના ગાળા દરમિયાન 'પટેલ કોમ્પ્યુટર્સ' માંથી હજારો વિદ્યાર્થી જુદા જુદા કોર્ષીસ કરીને અનેક ખ્યાતનામ કંપનીઓ કે સંસ્થાઓમાં આકર્ષક પગારથી નોકરી કરી રહ્યા છે. તેમજ અસંખ્ય વિદ્યાર્થી મીત્રોએ પોતાનો  સ્વતંત્ર  વ્યવસાય શરૂ કરીને, પોતાનું સામાજીક તેમજ આર્થિક જીવનને ઉત્તમ બનાવ્યુ છે. જે 'પટેલ કોમ્પ્યુટર્સ' નો મુખ્ય ઉદેશ છે.

ર૮ મી વર્ષગાંઠ નિમિતે આર્થિક રીતે પછાત એવી ર૮ બહેનોને દત્તક લઇ જેની ઉમર (૧૮ થી ર૬ વર્ષ) હોય તેઓને ૧ વર્ષનો કોમ્પ્યુટર સ્પોકન પર્સનાલીટીનો કોર્ષ કરાવીને સારી જગ્યાએ જોબમાં ગોઠવી દેવા માટેનું આયોજન કરેલ છે તેમ પટેલ કોમ્પ્યુટર્સના ડાયરેકટર શ્રી સુરેશ ઓગાણજાએ જણાવેલ છે.

ભવ્ય શૈક્ષણિક વારસો જાળવીને પ્રગતિના ૨૭ વર્ષ પરીપુર્ણ કરતી વખતે 'પટેલ કોમ્પ્યુટર્સ' ના ડાયરેકટર શ્રી સુરેશ આગાણજા અને શ્રી ગુણવંત ઓગાણજા દર વર્ષૈ ૧૫૧ ગરીબ બહેનોને ફ્રી કોમ્પ્યુટરશિક્ષણ આપીને તેઓને નોકરીમાં ગોઠવી દેવામાં આવે છે. 'પટેલ કોમ્પ્યુટર્સ' ના પ્લેસમેન્ટ ડીવીઝન દ્વારા તેઓને સારી કંપનીમાં ગોઠવવામાં આવે છે. 'પટેલ કોમ્પ્યુટર્સ' ની ઉજ્જવળ પરંપરા આધુનિકતા સાથે કદમ મીલાવી કોમ્પ્યુટર્સશિક્ષણક્ષેત્રે વધુ સીમાચિન્હો સર કરીને વધુ ને વધુ વિદ્યાર્થીઓને આર્થિક રીતે પગભર થવામાં મદદરૂપ બનશે તેવો દઢ વિશ્વાસ સંસ્થાના સંચાલકો દ્વારા વ્યકત કરવામાં આવ્યો હોવાનુ ..

પટેલ કોમ્પ્યુટર્સના જનરલ મેનેજર શ્રી આલોક શર્મા તથા મેનેજર શ્રી મીતેષ પટેલની યાદીમાં જણાવેલ કે પટેલ કોમ્પ્યુટર્સમાં એડમીનમ મેનેજર તરીકે રિધ્ધિ ચોેહાણ, આઉટ સાઇટ ટ્રેનીંગ ઇન્ચાર્જ તરીકે જાગૃતિ આસોદરીયા, ગર્વમેન્ટ ટ્રેનીંગ ઇન્ચાર્જ કનકાઇ મિસ્ત્રી, ટેકનીકલ સહ-ઇન્ચાર્જ દિપ્તી મુલિયા, નિકીતા વૈઠ્ઠા, મેઇન્ટેન્સ ઇન્ચાર્જ આકાશ ભરડવા, માર્કેટીંગ ઇન્ચાર્જ જયશ્રીબેન ચોૈહાણ વગેરે સહુ સાથે મળી પટેલ કોમ્પ્યુટર્સની ૨૮મી વર્ષગાંઠ નિમિતે તડામાર તૈયારી કરી રહેલ છે.

આ ૨૮ વર્ષની ઉજવણી પ્રસંગે દર ૧ મહિને ૧ શૈક્ષણિક સામાજિક, સેવાકિય, મેડીકલ વગેરે જેવી પ્રવૃતિઓ કરીને ૨૭ મહિના માં ૨૭ અલગ- અલગ સમાજ ઉપયોગી પ્રવૃતિઓ કરીને ઉજવણી કરવામાં આવશે તેમ પટેલ કોમ્પ્યુટર્સના ડાયરેકટર સુરેશ ઓગાણજાએ જણાવેલ છે.

શ્રી સુરેશ ઓગાણજા મો. ૯૮૨૪૦૨૮૭૨૪ અને શ્રી ગુણવંત ઓગાણજા મો. ૯૮૨૪૨૬૩૪૪૯ ઉપર સોૈરાષ્ટ્ર જ નહિ ગુજરાતભરમાંથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(11:57 am IST)