રાજકોટ
News of Friday, 30th April 2021

ગૌ શાંતિ કનૈયા ગૌશાળા ટ્રસ્ટ અને રાજકોટ પટેલ સુવર્ણકાર એસો,ના સહકારથી વિનામૂલ્યે ઓક્સીઝન સિલિન્ડર અને રિફિલિંગની સેવા

જરૂરિયાત હોય તો કનૈયા ગ્રુપ નં .98249 13437 / 9825507171ના નંબર પર સંપર્કઃ કરી શકાય

રાજકોટ : કોરોનાની આ મહામારીમાં લોકોને હોમ આઈસોલેટ દર્દીને ફ્રીમાં ઓક્સિજન સિલિન્ડર તેમજ રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડર ફ્રી માં ભરી આપવા માટે નહેરુ નગર ડ્રીમ ફર્નિચર ખાતે અને સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ માં પણ રાત્રે દર્દીને ઓક્સિજન વગર હેરાન ન થવું પડે એ ઉદેશથી ગૌ શાંતિ  કનૈયા ગૌશાળા ટ્રસ્ટ તેમજ રાજકોટ પટેલ સુવર્ણકાર એસોસિએશનના સહકારથી દ્વારા લોકોને ઓક્સિજન સિલિન્ડર તેમજ રિફીલિંગ ની અવિરત સેવા ચાલુ છે અને રાજકોટમાં આ ટ્રસ્ટ દ્વારા રાત દિવસ ખૂબ દર્દીઓની સેવામાં ખાસ કરીને કિશોરભાઈ હાપલીયા(કનૈયા ગ્રુપ). શૈલેષ હાપલીયા. હિરેન હાપલિયા .બીપીનભાઈ

વિરડીયા  (તન્વી ગોલ્ડ) .મહેશ ભાઈ ડાંગર. જયેશ ભાઈ. રાજની ભાઈ. ધર્મેશ ભાઈ .રામ ભાઈ લાલાભાઇ .તુષારભાઈ. આદિલ ભાર્ગવ.કેતન પ્રતાપ ભાઈ તથા એસોસિએશન ના દરેક સભ્યો દ્વારા આ મહામારી માં ઓક્સિજન ની જરૂરિયાત મંદ લોકોને મદદ માટે આ સેવાનો લાભ લેવા અનુરોધ કરે છે અમારા ગ્રુપ નો એક એવો ધ્યેય છે કે લોકોને ભગવાન સજા નરવા રાખે અને કોઈ દિવસ ઓક્સિજન ની જરૂર નો પડે એવા હેલ્થી રાખે અને લોકો એક બીજા ને કામ આવે એવા કાર્ય કરે અને ખાસ લોકો ને અનુરોધ છે કે ઘરમાં રહે સુરક્ષિત રહે ખાસ કામ વગર બહાર ના નીકળે આ 2 દિવસ માં એક સારા સમાચાર એ છે કે હાલ માં સિલિન્ડર માટે બોવ ઓછા કોલ આવે છે તો આ અપડા માટે સારા સમાચાર છે તેમ છતાં કોઈને સિલિન્ડર કે ઓક્સિજનની જરૂરિયાત હોય તો કનૈયા ગ્રુપ નં .98249 13437 / 9825507171ના નંબર પર સંપર્કઃ કરી શકાય છે

(6:34 pm IST)