રાજકોટ
News of Friday, 30th April 2021

પોરબંદરના ઓશો સન્યાશીની અલ્પા ટોડરમલ દ્વારા ઓનલાઇન ઓશો ધ્યાન પ્રયોગો નિઃશુલ્ક શરૂ

સહભાગીતા માટે ZOOMID 826595 59157 PassCode 965802

રાજકોટ તા. ૩૦ : ઓશોની માનવતા પ્રત્યેની કરૂણા અનેકરૂપે પ્રગટ થાય છે. તેઓ આપણને આત્મ સાક્ષાત્કાર તરફ ઉન્મુખ  કરે છે. તેઓ માને છે કે ધ્યાન વીના આત્મ સાક્ષાત્કાર, મુકિત કે મોહ કે મોક્ષ શકય નથી ધ્યાન એજ ઓશોના મહામંત્ર છે તેમના તમામ પુસ્તકો અને પ્રવચનો આખરે ધ્યાન આગળ આવી અટકે છે.

અલ્પા કહે છે કે હાલની પરિસ્થિતિમાં ધ્યાન ખુબજ સહાયક અને ઉપયોગી છે. તે આપણે સૌ જાણીએ છીએ ધ્યાન કરવાથી રોગ પ્રાપ્તકાર શકિતમાં વધારો થાય છે. ઓશો દ્વારા નિર્મિત બધા ધ્યાન પ્રયોગો સાંયન્ટીફીક અને આધ્યાત્મીક ગહેરાઇમાં જવા માટે ઉપયોગી છે. સાથે સાથે શારીરીક અને માનસી ક સ્થીતી ઉપર ખુબજ લાભદાઇ છે. આ માટે આપણે ઓનલાઇન ધ્યાન કરીએ.અલ્પાના ઓનલાઇન મેડીટેશન ગ્રુપમાં ભાગ લેનારા સાધકોએ દર્શાવ્યું છે કે ગ્રુપ પછી તેમણે સ્વયંને વધારે ખુલ્લા સવેદનશીલ અને કેન્દ્રીત હોવાનો અનુભવ કર્યો અને જોયુ કે ધ્યાન દરમ્યાન તેઓ વધારે ગહનરૂપે શીથીલ અને શાંત થઇ શકે છે.ઓનલાઇન ધ્યાનની સંચાલીકા ઓશો સન્યાસીની અલ્પા પોરબંદરમાં વર્ષોથી ઓશો પીરામીડ ધ્યાન કેન્દ્રનુ સંચાલન કરે છે. વર્ષોથી પુના આશ્રમના અનેક થેરેપી ગ્રુપમાં જોડાયેલા છે. અને તેઓ અવાર નવાર ઓનલાઇન ગ્રુપમાં ઓશોના હળવા ધ્યાન કરાવે છે. ગ્રુપમાં સહભાગી થવા લોકોને હાર્દિક આમંત્રણ છે. જે નિઃશુલ્ક છે.

વિશેષ માહિતી માટે અલ્પા ટોડરમલ મો.૯૧૦૬૪ ૪૮પ૯૦

(4:05 pm IST)