રાજકોટ
News of Friday, 30th April 2021

આજથી રેમડેસિવિર ઇન્જેકશનનો મામલો થાળે પડયોઃ સ્ટોક આવી ગયોઃ હોસ્પિટલોને પણ પૂરતા અપાયા

લાઇનો નહીવત : ચૌધરીના મેદાનમાં કોરોના દર્દીઓની મોટી કતાર : લોકો લાચાર

રાજકોટ તા. ૩૦ : રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેકશનની અછત ઉભી થતા દેકારો બોલી ગયો હતો, પરંતુ ગઇકાલે સાંજે અને આજે સવારે પૂરતો સ્ટોક આવી જતા હવે કોઇ મુશ્કેલી નહી હોવાનું અને પૂરતો સ્ટોક હોવાનું ઇન્જેકશન ડેપો સંભાળતા નોડલ ઓફિસર અને ડે. કલેકટર સિધ્ધાર્થ ગઢવીએ આજે સવારે 'અકિલા'ને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ગઇકાલે રાત્રે ૧૨ાા સુધી જૂની જે રીકવેસ્ટ હતી તેમને આપી દેવાયા છે, આજે સવારે પણ તમામ હોસ્પિટલોને પૂરતા ઇન્જેકશન અપાયા છે, અને વોટ્સઅપ સિસ્ટમમાં આવતી રીકવેસ્ટો પણ મંજૂર કરી દેવાય છે, બપોરે ૧૨ વાગ્યે લાઇનો નહીવત જોવા મળી હતી. દરમિયાન ચૌધરી હાઇસ્કુલ ખાતે સિવિલમાં દાખલ થવા કોરોના દર્દીઓની આજે સવારથી મોટી લાઇનો લાગી છે, લોકો ભારે લાચાર બની ગયા છે.

(3:22 pm IST)