રાજકોટ
News of Friday, 30th April 2021

બે દિવસમાં જાહેરનામા ભંગના ૧૬૧, સોશિયલ ડિસ્ટન્સના ૭૧ અને કર્ફયુ ભંગના ૨૦૮ કેસ

આવશ્યક સેવા સિવાય પણ દૂકાનો ખુલી રાખાનારા ૨૦ દંડાયાઃ ૧૨ દૂકાનો આરએમસી સાથે રહી સીલ કરવામાં આવી

રાજકોટ તા. ૩૦: શહેર પોલીસે કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકારની માર્ગદશિકાનું પાલન કરાવવા પોલીસ કમિશનરશ્રીના જાહેરનામા મુજબ લોકડાઉન અને કર્ફયુના કાયદાનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. બે દિવસમાં જાહેરનામા ભંગના ૧૬૧ કેસ, સોશિયલ ડિસ્ટન્સના ૭૧ કેસ, રાત્રી કર્ફયુ ભંગના ૨૦૮ કેસ, આવશ્યક ચીજવસ્તુ સિવાય ખુલી રખાયેલી અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારા દૂકાનો અંગના ૨૦ કેસ તથા આરએમસીને સાથે રાખી ૧૨ દૂકાનો સીલ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં ટીમો સતત ચેકીંગ કરી ફલેગ માર્ચ, ફૂટ પેટ્રોલીંગ કરી જાહેરનામા ભંગનો કડક અમલ કરાવે છે.

(3:20 pm IST)