રાજકોટ
News of Friday, 30th April 2021

સીએ ભવનમાં બ્લડ-પ્લાઝમા ડોનેશન કેમ્પ

લાઇફ  બ્લડ સેન્ટરના સહયોગથી રાજકોટ સી.એ. ભવન ખાતે તાજેતરમાં બ્લડ ડોનેશન અને પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. સી.એ. મેમ્બર્સ અને સી.એ. સ્ટુડન્ટસ દ્વારા મોટી સંખ્યામાંૅ બ્લડ અને પ્લાઝમા ડોનેટ કરવામાં આવેલ. સમગ્ર કેમ્પને સફળ બનાવવા સી.એ. બ્રાન્ચના ચેરમેન હાર્દીક વ્યાસ, વાઇસ ચેરમેન સી.એ. જીજ્ઞેશ રાઠોડ, સેક્રેટરી અને વીકાસા ચેરમેન સી.એ. ભાવિન દોશી, ટ્રેઝરર સી.એ. સંજય લાખાણી, કમીટી મેમ્બર સી.એ. વિનય સાકરીયા, ભાવિન મહેતા, દીપ્તી સવજાની વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(2:52 pm IST)