નાનામવા સર્કલ પાસે પ્રતિલોક પાર્ટી પ્લોટમાં પાંચ વર્ષના બાળકનો શ્વાનોએ વાંસો ફાડી ખાદ્યો :ઘટના સીસીટીવીમાં કેદ
માતા દાંડિયા રાસના કલાસીસમાં રમતા હતા :બે યુવાનોનું ધ્યાન જતા બાળકને શ્વાનોના મુખમાંથી બચાવ્યો
રાજકોટ :શહેરના નાનામવા સર્કલ પાસે ચાલતા દાંડિયા રાસના કલાસીસમાં માતા દાંડિયા રાસ રમતા હતા ત્યારે પુત્રને ત્રણ કૂતરાઓએ ઢસડી જઈને વાંસો ફાડી ખાદ્યો હતો દરમિયાન બે યુવાનોનું ધ્યાન જતા બાળકને છોડાવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે
જાણવા મળ્યા મુજબ નાનામવા સર્કલ પાસે પ્રતિલોક પાર્ટી પ્લોટમાં ચાલતા દાંડિયા ક્લાસ ના સાંજના સમયે લેડીઝ બેન્ચમાં 5 વર્ષ ના બાળક ને શેરીના શ્વાનો એ ફાળી ખાધો હતો સાંજે 7 વાગ્યે 3 કુતરાઓ આવીને બાળક ને મોંઢામાં પકડી ઢસડી ગયાદરમિયાન બે યુવાનો ની નજર પડતા કૂતરા પાછળ દોડતા બાળકને મોઢામાંથી છોડી મુક્યો
કૂતરાઓએ બાળકનો વાંસો ફાળી ખાધો હતો બાળકને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે
બાળક ના માતા પાર્ટી પ્લોટમાં દાંડીયારાસ શીખવા આવે છે ..માતા દાંડીયારાસ રમતા હતા એ સમયે બાળક ને કુતરાઓ ઢસડી ગયા હતા અને બાળકનો વાંસો ફાડી ખાદ્યો હતો